ક્રૂડના ભાવ આસમાને પહોંચતા સુગર કંપનીઓના શેર ખરીદવા પડાપડી શરૂ થઇ, જાણો આ મહત્વનું કારણ

આ વર્ષે ખાંડની નિકાસમાં વધારો થવાનો અંદાજ છે. એવું માનવામાં આવે છે કે ઊંચા ભાવે વધતી નિકાસ અને ઇથેનોલની વધતી માંગને કારણે સુગરકંપનીઓના માર્જિનમાં સુધારો થઈ શકે છે

ક્રૂડના ભાવ આસમાને પહોંચતા સુગર કંપનીઓના શેર ખરીદવા પડાપડી શરૂ થઇ, જાણો આ મહત્વનું કારણ
Sugar Export
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 6:24 AM

શેરબજાર(stock market)માં મંગળવારે રિકવરી સાથે ઘણા શેરોમાં નીચલા સ્તરે ખરીદારી જોવા મળી છે.સૌથી વધુ એક્શન એ સ્ટોકમાં જોવામ મળ્યો જેમાં સકારાત્મક સમાચારો સામે આવી રહ્યા છે. આમાંથી એક સુગર સેક્ટર છે. આજના કારોબારમાં સુગર કંપનીઓ(sugar companies)ના શેરમાં 19 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે ખાંડની નિકાસમાં વધારો થવાનો અંદાજ છે. એવું માનવામાં આવે છે કે ઊંચા ભાવે વધતી નિકાસ અને ઇથેનોલની વધતી માંગને કારણે સુગરકંપનીઓના માર્જિનમાં સુધારો થઈ શકે છે તેથી જે શેરો નીચા સ્તરે પહોંચેલા શેરમાં ખરીદારી નીકળી છે.

કેવું રહ્યું સુગર કંપનીઓના શેર્સનું પ્રદર્શન?

આજના કારોબારમાં સુગર કંપનીઓના શેરમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. રોકાણકારો ભવિષ્યમાં સારા વળતરની આશાએ કંપનીઓના શેરો ખરીદી રહ્યા છે. આજના કારોબારમાં મવાના સુગર્સનો સ્ટોક લગભગ 20 ટકા વધ્યો છે જ્યારે દ્વારિકેશ સુગરના સ્ટોકમાં 11 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ધામપુર સુગરનો સ્ટોક 6 ટકા વધી રહ્યો છે. ધામપુર સુગર અને દ્વારીકેશ શુગર આજે ટ્રેડિંગ દરમિયાન રેકોર્ડ સપાટીએ પહોંચી હતી. આ સાથે જ ત્રિવેણી એન્જિનિયરિંગ, દાલમિયા ઈન્ડિયા, ડીસીએમ શ્રીરામ પણ આજે વૃદ્ધિ સાથે બંધ થયા છે.

શા માટે સુગર કંપનીઓમાં  તેજી આવી ?

ઘણા અલગ-અલગ સંકેતોને લીધે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં ચીની કંપનીઓની આવક અને માર્જિનમાં સુધારો થશે. તેલની કિંમતોમાં વધારાને કારણે નજીકના ભવિષ્યમાં સરકાર તરફથી ઇથેનોલની માંગ વધી શકે છે. આ માત્ર ખાંડ મિલોને તેમના ખાંડના સ્ટોકને ઘટાડવામાં મદદ સાથે કંપનીઓના માર્જિનમાં પણ સુધારો કરશે. તેનાથી કંપનીઓ આર્થિક દબાણમાંથી બહાર નીકળી શકશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાંડના વધતા ભાવ વચ્ચે નિકાસમાં વધારો થવાના સંકેતો સાથે સેન્ટિમેન્ટ પણ સકારાત્મક બન્યું છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA) એ અનુમાન લગાવ્યું છે કે ભારત વર્તમાન સિઝનમાં 7.5 મિલિયન ટન ખાંડની નિકાસ કરશે જે અગાઉના 6 મિલિયન ટનના અંદાજની સામે ઘણું વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાંથી વધુ નિકાસ થવાની સંભાવના છે કારણ કે ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશન (ISO) એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે માર્કેટિંગ વર્ષ 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં લગભગ 19.3 લાખ ટન અને તેનાથી વધુની વૈશ્વિક અછતના કારણે નિકાસકારોને ભારતીય ખાંડની ખરીદીમાં રસ છે. તે જણાવે છે કે ભારતીય નિકાસકારો માર્ચમાં 12-13 લાખ ટનની નિકાસ કરે અને કુલ નિકાસ 54-55 લાખ ટન સુધી લઈ જાય તેવી શક્યતા છે. નવા ખાંડ ઉત્પાદન ડેટા શેર કરતા ISMAએ જણાવ્યું હતું કે વર્તમાન માર્કેટિંગ વર્ષ 2021-22 ના ઓક્ટોબર-ફેબ્રુઆરી સમયગાળા દરમિયાન કુલ ઉત્પાદન 25.28 મિલિયન ટન પર પહોંચી ગયું છે જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં 34.8 મિલિયન ટન ખાંડ કરતાં 7.68 ટકા વધુ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો :  અદાણી પોર્ટ્સે, મુન્દ્રા પોર્ટ ખાતે ક્રૂડ ઓઈલ ફાર્મના વિસ્તરણ માટેઈન્ડિયન ઓઈલ કોર્પ લિમિટેડ સાથે કર્યા કરાર

આ પણ વાંચો : MONEY9: કોઈ સમાચારના પગલે શેરના ભાવ ઘટે તો શું કરવું? સમજો આ વીડિયોમાં

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">