Sugarcane cultivation: ખેડૂતે 28 ફૂટ લાંબી શેરડી ઉગાડી, સાંઠાની લંબાઈ જોઈ સૌ કોઈ આર્શ્ચયમાં
સામાન્ય રીતે શેરડીની લંબાઈ 6 ફૂટ હોય છે. પરંતુ આજે અમે તમને આવા જ અનોખા સમાચાર આપવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે ચોંકી જશો. શું તમે 28 ફૂટ શેરડીની લંબાઈ વિશે સાંભળ્યું છે?
સામાન્ય રીતે શેરડી(Sugarcane)ની લંબાઈ 6 ફૂટ હોય છે. પરંતુ આજે અમે તમને આવા જ અનોખા સમાચાર આપવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે ચોંકી જશો. શું તમે 28 ફૂટ શેરડીની લંબાઈ વિશે સાંભળ્યું છે? નહીં જ સાંભળ્યું હોય. પરંતુ આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના એક ખેડૂતે પોતાના ખેતરમાં 28 ફૂટ લાંબી શેરડી (Sugarcane cultivation) ઉગાડી છે. આ શેરડીની લંબાઈ જોઈ લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કારણ કે આટલી લાંબી શેરડી ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આ સમાચાર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના કુડા ગામના એક ખેડૂતના છે. જેના ખેતરમાં 28 ફૂટથી વધુ ઉંચી શેરડી ઉગાડવામાં આવે છે. ચાલો જાણીએ તેની વિશેષતા વિશે.
શેરડીના સાંઠા માં 70 ગાંઠ છે
કુડાણા ગામના રહેવાસી ખેડૂત પ્રેમસિંહે પોતાની પાંચ વીઘા જમીનમાં શેરડીની જાત Co-0238 ની ખેતી કરી છે. જ્યાં શેરડીની કાપણી અને સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતનું એમ પણ કહેવું છે કે જ્યારે શેરડીના પાકની લણણીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અમે જોયું કે ખેતરની વચ્ચે શેરડીના પાકનો એક સાંઠો એકદમ ઊંચો દેખાઈ રહ્યો હતો.
આ સાંઠાને કાપીને માપવામાં આવ્યો ત્યારે તેની લંબાઈ 28 ફૂટથી વધુ હોવાનું બહાર આવ્યું. આ જોઈને ખેડૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સામાન્ય રીતે અન્ય પાકોમાં કોઈ કોઈ છોડ મોટા દેખાતા હોય છે પરંતુ આ શેરડીના સાંઠાની લંબાઈ અચરજ પમાડે તેવી છે. લોકો પોતાના ઘર આસપાસ શેરડીને વાવી તેને મકાનના સહારે ઘણી ઉંચાઈ સુધી શેરડી ઉગાડ્યાના કિસ્સા સામે આવેલા છે પરંતુ ખેતરમાં આટલી લંબાઈ ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે.
ખેડૂત પ્રેમ સિંહ કહે છે કે સામાન્ય રીતે 18 ફૂટ સુધીની શેરડી પણ બહુ ઓછી મળે છે. જેમાં ખાતર, પોષક તત્વો વગેરેનો ઉપયોગ ખેતરમાં કરવામાં આવ્યો હોય. પરંતુ આ શેરડી અત્યાર સુધીની સૌથી અનોખી પ્રજાતિ છે, જેમાં એક શેરડીમાં લગભગ 70 ગાંઠ હોય છે. આ અંગે સુગર મિલના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે આ અનોખા શેરડીને જોવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
દરમિયાન, રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી કહે છે કે ખેડૂતો પાકના સારા ઉત્પાદન અને વૃદ્ધિ માટે હોર્મોન્સનો ઉપયોગ કરે છે. જેના કારણે આ પ્રકારની શેરડીનું ઉત્પાદન થાય છે.
આ પણ વાંચો: દાંત અને બ્લૂટૂથને શું લેવા દેવા ? શા માટે કહેવાય છે બ્લૂટૂથ, જાણો તેના નામ પાછળની કહાની
આ પણ વાંચો: Corona Cases in Mumbai: ચાર દિવસ બાદ મુંબઈમાં કોરોના કેસમાં ઉછાળો, પોઝિટિવિટી રેટ 24.3 ટકા