MONEY9: કોઈ સમાચારના પગલે શેરના ભાવ ઘટે તો શું કરવું? સમજો આ વીડિયોમાં
તમે વિચારતા હશો કે ખરાબ સમાચારને કારણે કંપનીના શેર ઘટી રહ્યા હોય તો શું કામ ખરીદી કરવી? આવી જ ભૂલ લગભગ મોટાભાગના લોકો કરતા હોય છે.
મીડિયામાં ચાલતા સમાચારો (NEWS)ની શેરબજાર (STOCK MARKET)માં કંપનીના શેરની કિંમત પર વધઘટ થતી હોય છે. જો કોઈ કંપની અંગે નેગેટિવ ન્યૂઝ આવે તો તેના ભાવમાં ઘટાડો (DOWN) જોવા મળે છે. જ્યારે શેરના ભાવ ગગડતા હોય ત્યારે તમારે શું કરવું? નાના-મોટા સમાચારોને કારણે સારી કંપનીઓના શેરો વેચવામાં નથી આવતા, પરંતુ આવા સમયે તો ખરીદીની તક ઉભી થાય છે. તમે વિચારતા હશો કે ખરાબ સમાચારને કારણે કંપનીના શેર ઘટી રહ્યા હોય તો શું કામ ખરીદી કરવી? આવી જ ભૂલ લગભગ મોટાભાગના લોકો કરતા હોય છે.
આપણને સમાચારની સમજ હોવી જોઈએ. આપણી પાસે બે ઉદાહરણ છે. પહેલું 2012નું. મારૂતિના માનેસર પ્લાન્ટમાં કર્મચારીઓની હડતાળ થઈ ગઈ હતી. એક દુઃખદ ઘટનામાં કંપનીના HR મેનેજરનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાના એક મહિનામાં કંપનીનો શેર 32 ટકા સુધી તૂટી ગયો હતો. આ ઘટાડામાં જે રોકાણકારોએ ખરીદી કરી હોત તો કેટલો નફો કમાયા હોત? જાતે જ ગણતરી કરી લો.
બીજું ઉદાહરણ છે 2015નું. આ તે વર્ષ હતું જ્યારે ભારતમાં મેગી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને નેસ્લેનો શેર 47 ટકાથી વધુ ઘટી 4,981 પર આવી ગયો હતો. જે લોકોએ આ ઘટાડાને ખરીદીની તક ગણી તે આજે માલામાલ છે. હકીકતમાં આ ઘટનાની ન તો આ બન્ને કંપનીના મેનેજમેન્ટ અને ન તો કંપનીના કેશ ફ્લો પર કોઇ અસર પડવાની હતી. આ તે સમયની ઘટના હતી જેની અસર તેના શેર પર પડી અને થોડાક સમયમાં કંપનીની ગાડી પાછી પાટા પર આવી ગઇ.
આ પણ જુઓ: ખરાબ સમાચાર બાદ ઘટેલા શેરને ખરીદીની તક સમજવી જોઈએ?
આ પણ જુઓ: હોલ્ડિંગ કંપનીઓના શેર સસ્તા કેમ?