Adani-Hindenburg Case : અદાણી કેસમાં સેબીની નોટિસ મળ્યા બાદ હિંડનબર્ગ ટેન્સનમાં ! નોટિસને ગણાવી નોનસેન્સ

ગયા વર્ષે, 24 જાન્યુઆરી, 2023 ના રોજ, અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ દ્વારા Adani Group પર પ્રકાશિત થયેલા સંશોધન અહેવાલને કારણે શેરબજારમાં સૂચિબદ્ધ અદાણી કંપનીઓના શેરોમાં ભૂકંપ આવ્યો હતો અને જૂથની માર્કેટ કેપ લગભગ 150 જેટલી ઘટી ગઈ હતી.

Adani-Hindenburg Case : અદાણી કેસમાં સેબીની નોટિસ મળ્યા બાદ હિંડનબર્ગ ટેન્સનમાં ! નોટિસને ગણાવી નોનસેન્સ
Adani-Hindenburg Case
Follow Us:
| Updated on: Jul 02, 2024 | 3:10 PM

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ (Hindenburg)નો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. ખરેખર, માર્કેટ રેગ્યુલેટર સેબીએ હિંડનબર્ગ રિસર્ચને 46 પાનાની કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. આ પછી, અમેરિકન ફર્મે આ અંગે સેબીને ભીંસમાં લેતા કહ્યું કે આ છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવા માટે કરવામાં આવ્યું છે.

હિંડનબર્ગે ગયા વર્ષે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો

Hindenburg Research ગયા વર્ષે જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપ પર 106 પાનાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં અદાણી ગ્રૂપ પર દેવાથી લઈને શેરના ભાવમાં હેરાફેરી સહિતના વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. 24 જાન્યુઆરી, 2023 ના રોજ અમેરિકન શોર્ટ સેલર ફર્મનો આ અહેવાલ પ્રકાશિત થયા પછી, શેરબજારમાં સૂચિબદ્ધ અદાણીની કંપનીઓના શેરોમાં ભૂકંપ આવ્યો અને થોડી જ વારમાં તેઓ તૂટી પડ્યા. શેર્સમાં આવેલી સુનામીને કારણે માત્ર અદાણી ગ્રુપનું માર્કેટ કેપ જ તૂટ્યું નથી, ગૌતમ અદાણી નેટવર્થમાં પણ મોટો ઘટાડો થયો છે.

હિંડનબર્ગે ગુસ્સામાં શું કહ્યું?

માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મળેલી કારણ બતાવો નોટિસને કારણે અમેરિકન શોર્ટ શેલર ફર્મ હિંડનબર્ગ નર્વસ જણાય છે અને તેણે આ નોટિસને નોનસેન્સ ગણાવી છે. હિન્ડેનબર્ગે કહ્યું છે કે આ પૂર્વ નિર્ધારિત હેતુને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં નાથન એન્ડરસનની આગેવાની હેઠળની આ કંપનીએ સેબી પર પણ મોટો આરોપ લગાવ્યો છે. બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ અનુસાર, હિંડનબર્ગે કહ્યું છે કે આ નોટિસ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવાનો અને ડરાવવાનો પ્રયાસ છે.

આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ

રિસર્ચ રિપોર્ટના કારણે અદાણીને મોટું નુકસાન થયું છે

સેબીએ હિંડનબર્ગને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે અમેરિકન ફર્મે તેના રિપોર્ટમાં તથ્યોને ખોટી રીતે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ્યારે હિંડનબર્ગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો ત્યારે અદાણી ગ્રૂપે આ આરોપોનું ખંડન કર્યું હતું અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. પરંતુ તેમ છતાં, અદાણી ગ્રુપના શેરમાં લાંબા સમય સુધી ભારે ઘટાડો ચાલુ રહ્યો અને ગ્રુપની માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો.

અદાણી ગ્રુપે હિંડનબર્ગમાંથી નુકસાનની ભરપાઈ કરી

હવે અદાણી ગ્રૂપ હિંડનબર્ગના વમળમાંથી બહાર આવ્યા બાદ જોરદાર પુનરાગમન કરી રહ્યું છે અને ગૌતમ અદાણીએ આ નુકસાનને ઘણી હદ સુધી સરભર કરી દીધું છે. જ્યારે ગયા વર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 60 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો, ત્યારે આ વર્ષે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઝડપથી વધારો થયો છે અને હાલમાં તેઓ 100 બિલિયન ડૉલરની ક્લબમાં સામેલ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ 105 બિલિયન ડોલર છે અને આ આંકડા સાથે, અદાણી ટોચના અબજોપતિઓની યાદીમાં 14માં નંબર પર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">