LPG Gas Cylinder Price: શું યુદ્ધની અસરોથી તમારા ઘરનું બજેટ પ્રભાવિત થશે? આજે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે

|

Mar 01, 2022 | 6:12 AM

ઓઇલ અને એલપીજીની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો અનુસાર ઘટાડવામાં અને વધારવામાં આવે છે. જો કે ફેબ્રુઆરી મહિનામાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો

LPG Gas Cylinder Price: શું યુદ્ધની અસરોથી તમારા ઘરનું બજેટ પ્રભાવિત થશે? આજે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે
આજે LPG Gas Cylinder ના નવા ભાવ જાહેર થશે

Follow us on

આજે ઓઈલ કંપનીઓ રાંધણ ગેસ(Cooking Gas) ના ભાવને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહી છે. દર મહિને પહેલી તારીખે એક મહિના માટે એલપીજી સિલિન્ડરની કિંમત (LPG Cylinder Price) જાહેર થાય છે. તેલ અને એલપીજીના ભાવને લઈને દર મહિનાની એક તારીખે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં તેલ અને એલપીજીની કિંમતોની વધ- ઘટનો નિર્ણય લેવાય છે. એલપીજીની કિંમત પેટ્રોલિયમ કંપનીઓ નક્કી કરે છે. આ વખતે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ(Russia Ukraine War)ની અસર પણ આ બેઠકમાં જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ભારતના સામાન્ય લોકોને પણ આ યુદ્ધની અસર થશે? કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે રાંધણ ગેસના ભાવમાં પણ મોટો વધારો થવાની આશંકા છે.

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં ગેસના ભાવમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાર-પાંચ દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 101 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. આ સ્થિતિમાં તેલ અને ગેસ નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં પેટ્રોલ-ડીઝલની સાથે રાંધણ ગેસના ભાવ પણ વધી શકે છે. આ વધારાથી ઘણા ક્ષેત્રોને અસર થશે.

LPG ગેસ સિલિન્ડરની કિંમત પર શું થશે અસર?

ઓઇલ અને એલપીજીની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો અનુસાર ઘટાડવામાં અને વધારવામાં આવે છે. જો કે ફેબ્રુઆરી મહિનામાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં પણ ઘણો વધારો થયો છે તેની અસર ભારત પર પણ પડી શકે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ગત વર્ષે દિવાળી પહેલા એલપીજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 266 વધારો થયો હતો. જોકે કિંમતમાં આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં જ હતો. ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતો વધી રહી નથી.

ભારત ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે

ભારત સરકાર દેશના ઈમરજન્સી ઓઈલ સ્ટોકના ઉપયોગથી કિંમત નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સરકાર તેલની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાયને અસર થઈ છે. સરકાર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારની વધ-ઘટના આધારે નિર્ણય લેશે. સરકાર સંભવિત સપ્લાય પ્રભાવિત થવાની દહેશત પર નજર રાખી રહી છે. FY20 વપરાશ પેટર્ન અનુસાર ભારતના વ્યૂહાત્મક અનામતમાં 5.33 મિલિયન ટન અથવા 39 મિલિયન બેરલની સંગ્રહ ક્ષમતા છે જે 9.5 દિવસ પૂરતી છે.

આ પણ વાંચો : ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની વૃદ્ધિમાં નોંધાયો ઘટાડો, માત્ર 5.4 ટકાના દરથી થયો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ

આ પણ વાંચો : Explainer: મોંઘુ ક્રૂડ ઓઈલ બગાડી રહ્યું છે સરકારનો હિસાબ, જાણો કેવી રીતે થાય છે ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટ રેટનું કેલ્ક્યુલેશન

Next Article