Russia Ukraine War: લશ્કરી અનુભવ ધરાવતા કેદીઓને યુદ્ધ માટે મુક્ત કરવામાં આવશે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરી જાહેરાત
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે, જો રશિયા સામેની લડાઈમાં જોડાવું હોય તો લશ્કરી અનુભવ ધરાવતા કેદીઓને મુક્ત કરવામાં આવશે. ઝેલેન્સકીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બેલારુસમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થઈ રહી છે.
Russia Ukraine War: રશિયા (Russia) અને યુક્રેન વચ્ચેની બેઠક અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President Volodymyr Zelenskyy) કહ્યું છે કે, બેઠકમાં યુદ્ધવિરામનો ઉલ્લેખ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે રશિયન સેનાએ યુક્રેનમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવવા જોઈએ. પરિસ્થિતિને જોતા રશિયાએ તાત્કાલિક યુદ્ધવિરામની જાહેરાત કરવી જોઈએ.
રશિયાએ તાત્કાલિક યુદ્ધવિરામની જાહેરાત કરવી જોઈએ
તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધી બંને પક્ષોને ભારે નુકસાન થયું છે. આ યુદ્ધને કારણે મોટી સંખ્યામાં લોકોએ દેશ છોડી દીધો છે. બીજી તરફ રશિયાએ હવે યુક્રેનના (Ukraine) ઘણા નાના શહેરો પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, ‘જ્યારે હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ રહ્યો હતો. તે સમયે મેં કહ્યું હતું કે દરેક વ્યક્તિ રાષ્ટ્રપતિ છે, કારણ કે આપણે બધા આપણા દેશ યુક્રેન માટે જવાબદાર છીએ અને હવે તે બન્યું છે, જેણે બતાવ્યું છે કે આપણામાંના દરેક એક યોદ્ધા છે. બધા યોદ્ધાઓ તેમની જગ્યાએ છે અને મને ખાતરી છે કે આપણામાંથી દરેક જીતશે.’ ઉલ્લેખનીય છે કે, ઝેલેન્સકીએ નવી વિશેષ પ્રક્રિયા હેઠળ યુરોપિયન યુનિયન સાથે તાત્કાલિક વિલીનીકરણ માટે પણ કહ્યું છે.
રશિયા-યુક્રેનની વાતચીત વચ્ચે આવ્યું ઝેલેન્સકીનું નિવેદન
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે, જો રશિયા સામેની લડાઈમાં જોડાવું હોય તો લશ્કરી અનુભવ ધરાવતા કેદીઓને મુક્ત કરવામાં આવશે. ઝેલેન્સકીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બેલારુસમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થવા જઈ રહી છે. આ માટે યુક્રેનનું પ્રતિનિધિ મંડળ બેલારુસ પહોંચી ગયું છે. જ્યારે ક્રેમલિનના જણાવ્યા અનુસાર તેનું પ્રતિનિધિ મંડળ ત્યાં હાજર છે. એવું માનવામાં આવે છે કે આ વાતચીત દ્વારા યુદ્ધના અંતની જાહેરાત થઈ શકે છે.
યુક્રેને અગાઉ મંત્રણા કરવાનો ઇનકાર કર્યો હતો
યુક્રેને અગાઉ બેલારુસમાં મંત્રણા કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે વાતચીત માટે અન્ય સ્થળોના નામ સૂચવ્યા. પરંતુ હવે બંને દેશો વાતચીત માટે સંમત થયા છે. આ સંવાદથી ઘણી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ તે યુદ્ધની દિશા પણ નક્કી કરશે.
આ પણ વાંચો : રશિયા પરના પ્રતિબંધોથી ભારતને થઈ શકે છે મોટું નુકસાન ! બ્રહ્મોસ મિસાઈલના સોદાને થશે અસર