LPG Cylinder Price: સરકારની નવા વર્ષની ભેટ, LPG ના ભાવમાં ઘટાડો કરાયો, જાણો લેટેસ્ટ રેટ

એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને દર મહિનાની પહેલી તારીખે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે જેમાં કિંમત નક્કી કરાય છે

LPG Cylinder Price: સરકારની નવા વર્ષની ભેટ, LPG ના ભાવમાં ઘટાડો કરાયો, જાણો લેટેસ્ટ રેટ
LPG GAS CYLINDER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:48 AM

દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ(LPG Cylinder Price)માં રાહત મળી છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.100ની સીધી છૂટ આપવામાં આવી છે. ગેસ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર આ ઘટાડો કરવામાં છે. IOCL અનુસાર 1 જાન્યુઆરી, 2022ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 રૂપિયા ઘટવાથી 1998.5 થઇ છે. જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વર્ષ 2022 ની પહેલી ભેટ

નોંધનીય છે કે અગાઉ ડિસેમ્બર 2021માં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો જોકે લોકો માટે રાહતની વાત એ હતી કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. નવા વર્ષમાં આ જ વધેલા ભાવથી રેસ્ટોરન્ટ અને વેપારી માલિકોને રાહત મળી છે.

5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર?

એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને દર મહિનાની પહેલી તારીખે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. આમતો વધારાની સંભાવના હતી કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થોડો વધારો થયો છે. જોકે, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ ગેસની કિંમત ઘટાડી કે સ્થિર રાખી શકે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં

મહત્વની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો ફરી એકવાર સ્થિર રાખવામાં આવી છે. ઓક્ટોબરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં કિંમતોમાં વધારો થયો નથી. દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 899.50 છે.

આ રીતે તમારા શહેરના રેટ ચેક કરો

જો તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાણવા માગો છો, તો તમે તેને સરકારી તેલ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકો છો. આ માટે તમે IOCL ની વેબસાઈટ ની મુલાકાત લો. પછી વેબસાઇટ પર રાજ્ય, જિલ્લા અને વિતરક પસંદ કરો અને પછી શોધ વિકલ્પ પર ક્લિક કરો. તે પછી તમને ગેસ સિલિન્ડરની કિંમત જોવા મળશે.

આ પણ વાંચો : વર્ષના અંતિમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 58.7 કરોડ ડોલરનો ઘટાડો, જાણો RBIની તિજોરીમાં કેટલું છે ધન

આ પણ વાંચો : આજથી નાણાંકીય વ્યવહાર સંબંધી આ નિયમો બદલાયા, ધ્યાન નહિ રાખો તો થશે નુકસાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">