સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોને સાકાર કરવા અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં મોટું રોકાણ કરશે. અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના ચીફ એક્ઝિક્યુટિવ આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે ઇચ્છિત ધ્યેયને સાકાર કરવા માટે કંપનીમાં દરેક વ્યક્તિ ખભેથી ખભો મિલાવી કામ કરશે.
“ભારત લાંબા સમયથી સંરક્ષણ સાધનોની આયાત પર નિર્ભર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આયાત પાર નિર્ભરતા ઘટાડવા માટે ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મૂક્યો છે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન હાંસલ કરી ચૂક્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે” ડિફેન્સ સમિટમાં આશિષ રાજવંશીએ આ નિવેદન આપ્યું હતું.
ગયા મહિને અદાણી ગ્રૂપની કંપનીએ દારૂગોળો અને મિસાઈલ બનાવવા માટે બે મેગા ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. કાનપુરમાં 500 એકરમાં ફેસિલિટી સૌથી મોટા એકીકૃત દારૂગોળો ઉત્પાદન સંકુલમાંની એક બનવાની છે. આ ઉપરાંત તે સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા નાના, મધ્યમ અને મોટા-કેલિબર દારૂગોળાનું ઉત્પાદન કરશે.
રાજવંશીએ સમિટમાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, “છેલ્લા પાંચ વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં લેવામાં આવેલા પગલાં સારા પરિણામો આપી રહ્યા છે.”
અદાણી ડિફેન્સના સીઈઓએ ખાનગી સંરક્ષણ ઉદ્યોગોને જગ્યા આપવા અને સ્ટાર્ટઅપ્સ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલેકે MSMEને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો માટે નીતિગત પહેલનો ઉલ્લેખ કર્યો હતો.”છેલ્લા ત્રણ વર્ષમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટેની નીતિઓમાં મોટો ફેરફાર થયો છે. આ સાથે અમે અમારા ઉદ્યોગને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ હવે દરેક વ્યક્તિ આ દિશામાં કામ કરી રહ્યા છે. એક રોડમેપ બનાવવો પડશે અને તે મુજબ કામ કરવું પડશે.” તેમ રાજવંશીએ ઉમેર્યું હતું.
અદાણી ગ્રૂપ જૂન સુધીમાં વધુ 1.2 બિલિયન ડોલરના બોન્ડ્સ ઓફર કરવાનું વિચારી રહ્યું છે. આ બાબતથી વાકેફ લોકોએ અખબારી અહેવાલમાં જણાવ્યું હતું કે, આ અઠવાડિયે એક નોટ જારી કરવામાં આવી છે જે આ વર્ષે મોટાભાગે નવા દેવુંમાં ઓછામાં ઓછા 2 બિલિયન ડોલર એકત્ર કરવાની યોજનાનો એક ભાગ છે.
આ પણ વાંચો : તમે સોનુ લેવાનું વિચારો છો? આજે સોનાના ભાવમાં થયો ફરી વધારો, જાણો કેટલા છે 10 ગ્રામના ભાવ