AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules : જો તમારી પાસે એક કરતા વધુ FORM – 16 હોય તો ITR કઈ રીતે ફાઈલ કરવું? આ સરળ સ્ટેપ્સ અનુસરી ઘરે બેઠા રિટર્ન ફાઈલ કરો

Income Tax Return એટલે કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ (ITR Filing Last Date) 31 જુલાઈ 2023 ઝડપથી નજીક આવી રહી છે. કોઈપણ પગારદાર વ્યક્તિ માટે ITR ફાઈલ કરવું સૌથી સરળ છે. તેનું કારણ એ છે કે તે પહેલાથી જ તેની કંપનીને તેના રોકાણની માહિતી આપે છે

Income Tax Rules : જો તમારી પાસે એક કરતા વધુ FORM - 16 હોય તો ITR કઈ રીતે ફાઈલ કરવું? આ સરળ સ્ટેપ્સ અનુસરી ઘરે બેઠા રિટર્ન ફાઈલ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 9:46 AM
Share

Income Tax Return એટલે કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ (ITR Filing Last Date) 31 જુલાઈ 2023 ઝડપથી નજીક આવી રહી છે. કોઈપણ પગારદાર વ્યક્તિ માટે ITR ફાઈલ કરવું સૌથી સરળ છે. તેનું કારણ એ છે કે તે પહેલાથી જ તેની કંપનીને તેના રોકાણની માહિતી આપે છે અને તેની કંપની તેને ટેક્સ (TDS) બાદ પગાર આપે છે. આ પછી કંપની FORM – 16 ઈશ્યુ કરે છે જે દર્શાવે છે કે તમારા પર કેટલો ટેક્સ લાગુ પડે છે અને તમને કઈ કપાત મળી છે.

ITR ફાઇલ કર્યા પછી માત્ર ઇ-વેરિફિકેશન કરવું પડશે. મતલબ કે તમે 2-3 મિનિટમાં તમારું ITR ફોર્મ ભરી શકો છો. પરંતુ જો તમને બે કે તેથી વધુ FORM – 16 ઈશ્યુ કરવામાં આવે તો શું કરવું? તે સ્થિતિમાં તમે ITR કેવી રીતે ફાઇલ કરશો?

એક કરતાં વધુ FORM – 16 ક્યારે ઈશ્યુ કરવામાં આવે છે?

દરેક કર્મચારીના એમ્પ્લોયર દ્વારા ફોર્મ-16 ઈશ્યુ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિએ એક વર્ષમાં એકથી વધુ નોકરી બદલી હોય તો તેની પાસે પણ એકથી વધુ ફોર્મ-16 હશે. ધારો કે તમે એક નાણાકીય વર્ષમાં 2 જગ્યાએ કામ કર્યું છે તો તમારી પાસે તે વર્ષમાં બે ફોર્મ-16 હશે. ITR ફાઇલ કરતી વખતે તમારે આ બંને ITRની જરૂર પડશે.

ITR કેવી રીતે ફાઇલ કરવું ?

ITR ફોર્મ-1 રૂ. 50 લાખથી નીચેનો પગાર ધરાવતા પગારદાર કર્મચારીઓ માટે છે આ ફોર્મ ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા અહીં જાણો.

  1. સૌ પ્રથમ આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ, https://www.incometax.gov.in/iec/foportal/ આ લિંકની મુલાકાત લેવાની રહેશે.
  2. યુઝર આઈડીમાં PAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો અને લોગ ઇન કરો.
  3.  ઉપર ઈ-ફાઈલ મેનૂ જોશો અને પછી ઈન્કમ ટેક્સ રિટર્ન પર જાઓ અને ફાઈલ ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો, મૂલ્યાંકન વર્ષ પસંદ કરો
  4. ફાઇલ કરવાના મોડમાં ઓનલાઈન વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પછી Continue પર ક્લિક કરો.અહીં તમે Start New Filing પર ક્લિક કરશો.
  5. જો તમે અગાઉ ફાઇલ કરવાનો પ્રયાસ કર્યો હોય અને ડ્રાફ્ટ સાચવ્યો હોય તો તમે ઉપરનો વિકલ્પ પસંદ કરી શકો છો.
  6. અહીં તમારે Individual in Status Applicable પર ક્લિક કરવાનું રહેશે કારણ કે તમારે ITR-1 ફાઇલ કરવાનું છે.
  7. આગલા પેજ પર તમારે ITR ફોર્મ પસંદ કરવાનું રહેશે જ્યાં તમે ITR 1 પસંદ કરશો.
  8. હવે તમે જોઈ શકો છો કે કયા પ્રકારના કરદાતાએ કયું ITR ફોર્મ ભરવાનું છે. ITR ફોર્મ 1 સાથે આગળ વધો.
  9. તમે જોઈ શકો છો કે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે.આગળની પ્રોસેસ કરો.
  10. તમે આગલા પૃષ્ઠ પર જણાવશો કે તમે શા માટે આવકવેરો ભરો છો.હવે તમારે તમારા પૂર્વ ભરેલા રિટર્નની વિગતોને માન્ય કરવી પડશે.
  11. વ્યક્તિગત વિગતોમાં તમારી વિગતો તપાસો. જો ફાઇલિંગ વિભાગમાં કેટલાક ફેરફારો હોય તો તમે ફેરફાર કરી શકો છો.
  12. એ જ રીતે, તમારે તમારી કુલ આવક, કર કપાત, ચૂકવેલ કર અને કર જવાબદારીની વિગતો પણ માન્ય કરવી પડશે.
  13. જો કોઈપણ ટેક્સની રકમ હવે ચૂકવવાની હોય, તો તમે તે હમણાં અથવા પછીથી ઈ-પે ટેક્સ સેવા સાથે કરી શકો છો.
  14. હવે તમે તમારા ITRનું પ્રીવ્યૂ જોઈ શકો છો. અહીંથી Proceed to Validation પર ક્લિક કરો.
  15. હવે તમારે ITR વેરિફાય કરવું પડશે. ત્રણ વિકલ્પો દેખાશે, જે વિકલ્પ તમારા માટે સરળ અને અનુકૂળ હોય તે પસંદ કરો. ઈ-વેરિફિકેશન પછી તમારું ITR સબમિટ કરવામાં આવશે. તમે તમારી ITR રસીદ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">