નોકરિયાતો માટે અગત્યના સમાચાર, જો તમારી પાસે FORM 16 ન હોય તો પણ તમે INCOME TAX RETURN ફાઇલ કરી શકો છો , જાણો કઈ રીતે?

|

Aug 30, 2021 | 8:20 AM

જો કોઈ  સંજોગોમાં  તમે આ ફોર્મ નથી મેળવી શક્ય છે ખોવાઈ ગયું છે તો ચિંતિત બનશો નહિ. આ ફોર્મ વિના પણ આવકવેરા રિટર્ન ભરી શકાય છે.

સમાચાર સાંભળો
નોકરિયાતો માટે અગત્યના સમાચાર, જો તમારી પાસે FORM 16 ન હોય તો પણ તમે  INCOME TAX RETURN ફાઇલ કરી શકો છો , જાણો કઈ રીતે?
કેવી રીતે તપાસ કરવી એ જાણવું ખુબ જરૂરી છે. ધારો કે કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિએ તમારા PAN પર ઉચ્ચ મૂલ્યનું ટ્રાન્ઝેક્શન કર્યું છે તો તેની વિગતો ફોર્મ 26AS માં બતાવવામાં આવશે. તેથી PAN નો દુરુપયોગ જાણવા માટે તમારે ફોર્મ 26AS ડાઉનલોડ કરવું જોઈએ. તેને આવકવેરા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે TRACES ના પોર્ટલ પરથી પણ લઈ શકાય છે. આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમામ વ્યવહારો ચકાસી શકાય છે. આ દુરુપયોગ શોધી કાશે.

Follow us on

દરેક નોકરિયાતે દર વર્ષે આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવું પડે છે. નિયત આવક હેઠળ આવતા કર્મચારીઓએ ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16 (From 16 )સબમિટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ  સંજોગોમાં  તમે આ ફોર્મ નથી મેળવી શક્ય છે ખોવાઈ ગયું છે તો ચિંતિત બનશો નહિ. આ ફોર્મ વિના પણ આવકવેરા રિટર્ન ભરી શકાય છે.કર્મચારીઓ આ ફોર્મ કંપની પાસેથી મેળવે છે પરંતુ જો કોઈક સંજોગોમાં તમારી પાસે ફોર્મ 16 ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે તેના વગર અન્ય રીતે રિટર્ન ફાઇલ કરી શકો છો. આજે અમે આપને આ ફોર્મ વગર પણ ITR  કઈ રીતે ભરી શકાય તે જણાવી રહ્યા છે.

આ દસ્તાવેજોની જરૂર પડી શકે છે
ફોર્મ 16 કંપની દ્વારાતમારા પગારમાંથી કાપવામાં આવેલા ટેક્સની વિગતો જણાવે છે. તેથી, રિટર્ન ફાઇલ કરતી વખતે આ માહિતી આપવી મહત્વપૂર્ણ રહે છે. પરંતુ જો આ ફોર્મ ઉપલબ્ધ ન હોય તો તમે ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ, ભાડા કરાર અને પગારની સ્લીપથી કામ ચાવી શકો છે.

ફોર્મ 26AS પણ ઉપયોગી
જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તમે ફોર્મ 26AS ની મદદ લઈ શકો છો. અહીં તમને કર કપાતથી સંબંધિત માહિતી મળશે. તમને આ કંપનીમાંથી પણ મળશે. તમે તેમાંની માહિતીને તમારી સેલરી સ્લિપ સાથે મેચ કરીને ચકાસી પણ શકો છો.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

અન્ય આવકની માહિતી આપો
ITR ફાઇલ કરતી વખતે તમારા અન્ય સોર્સમાંથી થતી આવક વિશે પણ માહિતી આપો. આમાં મકાન ભાડાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા અન્ય વ્યવસાયો સુધીની દરેક બાબતો શામેલ છે. વિગતો ભરવા માટે તમારા કુલ ટેક્સની ગણતરી કરો અને પછી ફોર્મ 26AS સાથે મેચ કરો. એકવાર માહિતી ખરાઈ થઈ જાય પછી તેને ITRમાં ફાઇલ કરો.

સેલરી સ્લીપ સમસ્યા હલ કરશે
જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તમે તમારી કંપની પાસેથી મંથલી સેલેરી સ્લીપ મેળવી શકો છો. આ તમને દર મહિને તમારા પગારમાં કેટલો ટેક્સ ઉમેરવામાં આવે છે તે જોવાની મંજૂરી આપશે. જે વર્ષ માટે તમારે આઇટીઆર ફાઇલ કરવા માંગો છો તે નાણાકીય વર્ષની પગારની સ્લીપ મેળવો. તેમાં તમને ટીડીએસ કપાત, પીએફ, પ્રોફેશનલ ટેક્સ, ઈન હેન્ડ સેલેરી સહીતની માહિતી મળશે.

 

આ પણ વાંચો :  Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને શું છે 1 તોલાનો ભાવ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : વિશ્વમાં ફરી વધી રહી છે ક્રૂડની માંગ ! જાણો આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત

Next Article