AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં મળશે વધારે વ્યાજ, આ સરકારી બેંકે વ્યાજમાં કર્યો 1.25 ટકાનો વધારો

બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2 કરોડ રૂપિયા સુધીની જુદી-જુદી અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.01 ટકાથી લઈને 1.25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 29 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. નિવેદનમાં જણાવ્યા મૂજબ 7-14 દિવસના સમયગાળામાં મહત્તમ 1.25 ટકાનો વધારો થયો છે.

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં મળશે વધારે વ્યાજ, આ સરકારી બેંકે વ્યાજમાં કર્યો 1.25 ટકાનો વધારો
BOB FD Rate
| Updated on: Jan 01, 2024 | 7:27 PM
Share

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને નવા વર્ષની મોટી ભેટ આપી છે. બેંકે જુદી-જુદી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 1.25 ટકાનો વધારો કર્યો છે. આ પહેલા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2 કરોડ રૂપિયા સુધીની જુદી-જુદી અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.01 ટકાથી લઈને 1.25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 29 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. નિવેદનમાં જણાવ્યા મૂજબ 7-14 દિવસના સમયગાળામાં મહત્તમ 1.25 ટકાનો વધારો થયો છે. આ થાપણો માટે વ્યાજ દર 3 ટકાથી વધારીને 4.25 ટકા કરવામાં આવ્યો છે. ત્યારબાદ 15-45 દિવસના સંપૂર્ણ સમયગાળા માટે વ્યાજ દર 1 ટકા વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો છે.

SBIએ વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ FD ના વ્યાજ દરમાં 0.5 ટકા સુધીનો વધારો કર્યો છે. બેંકના જણાવ્યા અનુસાર, બુધવારથી અમલી બનેલા સંશોધિત દરો હેઠળ, 180-210 દિવસની વચ્ચેની થાપણો પર વાર્ષિક 5.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.25 ટકા હતું. તેવી જ રીતે 7-45 દિવસની થાપણો પર 3.50 ટકા વ્યાજ મળશે, જે પહેલા 3 ટકા હતું.

વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મૂજબ અન્ય સમયગાળામાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 46-179 દિવસના સમયગાળા માટે વ્યાજ 4.75 ટકા, 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે 6 ટકા અને 3 થી 5 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે વ્યાજ દર 6.75 ટકા મળશે.

આ પણ વાંચો : પરીક્ષા પાસ કર્યા પછી પણ નહીં મળે તમને સરકારી નોકરી! જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હશે તો નોકરી મેળવવામાં થશે મુશ્કેલી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં વ્યક્તિગત લોન લેવાના દરમાં ઘટાડો થયો છે. RBI એ લોન પર શિક્ષાત્મક જોખમ ભારણ લાદ્યા બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. ડેટા મૂજબ નવેમ્બરમાં નવી પર્સનલ લોનના વિતરણમાં વૃદ્ધિ દર ઘટીને 18.6 ટકા થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં પર્સનલ લોન કેટેગરીના સેગમેન્ટનો વિકાસ દર 19.9 ટકા હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">