પરીક્ષા પાસ કર્યા પછી પણ નહીં મળે તમને સરકારી નોકરી! જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હશે તો નોકરી મેળવવામાં થશે મુશ્કેલી
અત્યાર સુધી તમને બેંક લોન કે ક્રેડિટ કાર્ડ લેવા માટે જ ક્રેડિટ સ્કોરની જરૂર હતી. પરંતુ હવે નોકરી માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જરૂરી છે. સરકારી બેંકોએ તેમના અરજદારોને ખરાબ ક્રેડિટ સ્કોરના કારણે બહારનો રસ્તો બતાવ્યો છે. જો ક્રેડિટ સ્કોર ઓછો હશે, તો ઉમેદવારની અરજી નકારી કાઢવામાં આવશે.
તમે ક્રેડિટ સ્કોર વિશે તો સાંભળ્યું જ હશે. કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બેંક લોન માટે અરજી કરે છે કે ક્રેડિટ કાર્ડ લેવાનું થાય છે ત્યારે ક્રેડિટ સ્કોર કેટલો છે તેવું પુછવામાં આવે છે. પરંતુ હવે તમારે માત્ર લોન કે ક્રેડિટ કાર્ડ માટે જ નહીં પરંતુ નોકરી માટે પણ ક્રેડિટ સ્કોરની જરૂર પડશે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો નથી તો સરકારી પરીક્ષા પાસ કર્યા બાદ પણ તમને નોકરી નહીં મળે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
નહીં મળે સરકારી નોકરી!
અત્યાર સુધી તમને બેંક લોન કે ક્રેડિટ કાર્ડ લેવા માટે જ ક્રેડિટ સ્કોરની જરૂર હતી. પરંતુ હવે નોકરી માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જરૂરી છે. સરકારી બેંકોએ તેમના અરજદારોને ખરાબ ક્રેડિટ સ્કોરના કારણે બહારનો રસ્તો બતાવ્યો છે. બેંક જેવી નાણાકીય સંસ્થાઓ માને છે કે, કર્મચારી ત્યારે જ વધુ સારું નાણાકીય આયોજન કરી શકે છે જ્યારે તે પોતે તેનું મહત્વ સમજે. તેના માટે બેંકો દ્વારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જો ક્રેડિટ સ્કોર તેના કરતા ઓછો હશે, તો ઉમેદવારની અરજી બેંક દ્વારા નકારી કાઢવામાં આવશે.
જાણો શું છે સમગ્ર મામલો
જોબ પોર્ટલ ટીમલીઝના વાઈસ પ્રેસિડેન્ટ ધૃતિ પ્રસન્ના મહંતાના જણાવ્યા અનુસાર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS એ તેની ભરતી નીતિમાં ફેરફાર કર્યો છે. બેંકોને હવે એવા ઉમેદવારોની જરૂર છે જેમનો ક્રેડિટ સ્કોર નક્કી કરેલા ધોરણને પૂર્ણ કરે છે.
કેટલા ક્રેડિટ સ્કોરની રહેશે જરૂરિયાત
બેંકોના જણાવ્યા અનુસાર, જે ઉમેદવારોનો ક્રેડિટ સ્કોર 650 થી નીચે છે તેઓ બેંક PO એટલે કે પ્રોબેશનરી ઓફિસર અને ક્લાર્કની પોસ્ટ માટે પાત્ર ગણવામાં આવશે નહીં. બેંકો જાણે છે કે તેમની પાસે ઘણી સંવેદનશીલ નાણાકીય માહિતી હોય છે અને તેને હેન્ડલ કરવા માટે નાણાકીય રીતે જવાબદાર ટ્રેક રેકોર્ડ ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત છે.
આ પણ વાંચો : જો તમે IPO ભરો છો તો નવા વર્ષમાં વધારે રૂપિયા તૈયાર રાખજો, દર અઠવાડિયે આવશે 1 કંપનીનો આપીઓ!
વિદેશી બેંકોએ પણ શરૂ કરી પ્રક્રિયા
ડિજિટલ ધિરાણ સલાહકાર પારિજાત ગર્ગના કહ્યા મૂજબ માત્ર ભારતીય બેંકો જ નહીં પરંતુ બહુરાષ્ટ્રીય કંપનીઓએ પણ તેમની ભરતીમાં CIBIL સ્કોર પર વિચાર કરવાનું શરૂ કર્યું છે. સિટીબેંક, ડોઈશ બેંક, ટી-સિસ્ટમ જેવી સંસ્થાઓ પણ નોકરી આપવા માટે CIBIL સ્કોર ચેક કરી રહી છે.