નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળશે GOMની બેઠક, લકઝરીયસ ઘડિયાળના GST દરમાં થઈ શકે છે વધારો, જાણો સંપૂર્ણ વિગત

GSTના દરના સ્તરને જાળવવા માટે બનાવવામાં આવેલી કમિટિ અનુસાર GOM દ્વારા ઠંડા, પીણા, સિગારેટ, તમાકુ, મોંઘી ઘડિયાળ, મોંધા શુઝ સહિતની લક્ઝરીયસ વસ્તુઓ પર GST વધારવાની ભલામણ કરવામાં આવી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળશે GOMની બેઠક, લકઝરીયસ ઘડિયાળના GST દરમાં થઈ શકે છે વધારો, જાણો સંપૂર્ણ વિગત
GST News
Follow Us:
| Updated on: Dec 03, 2024 | 12:20 PM

GSTના દરના સ્તરને જાળવવા માટે બનાવવામાં આવેલી કમિટિ અનુસાર GOM દ્વારા ઠંડા, પીણા, સિગારેટ, તમાકુ, મોંઘી ઘડિયાળ, મોંધા શુઝ સહિતની લક્ઝરીયસ વસ્તુઓ પર GST વધારવાની ભલામણ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આશરે 148 જેટલી વસ્તુ પર GST દર વધારવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

21 ડિસેમ્બરના રોજ GST કાઉન્સિલની બેઠકમાં અનેક વસ્તુઓના GSTના દરમાં વધારો કે ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. જો કે મળતી માહિતી અનુસાર મોંઘી દાટ મળતી ઘડિયાળ પર પણ GST દરમાં વધારો કરવામાં આવી શકે છે.

લકઝરીયસ ઘડિયાળના GST દરમાં થઈ શકે છે વધારો

સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર લકઝરી ઘડિયાળો અને શૂઝ જેવી વૈભવી વસ્તુઓ પર GST દર વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવે તેવી શક્યતા છે. 25 હજારથી વધુની કિંમતની ઘડિયાળ પર GST દર 18 %થી વધારીને 28% કરવામાં આવી શકે છે. બીજી તરફ 15000ની કિંમતથી વધારાના શૂઝ પર 18% થી વધારીને 28% કરવાની ભલામણ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળશે બેઠક

મળતી માહિતી અનુસાર 21 ડિસેમ્બરના રોજ GST કાઉન્સિલની બેઠકમાં GST પર ચર્ચા કરવામાં આવશે. આ નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. GST દરમાં ફેરફાર અંગે અંતિમ નિર્ણય માત્ર GST કાઉન્સિલ લેશે. વર્તમાન સમયમાં 5, 18 અને 28 ટકાના સ્લેબ સાથેનું ચાર-સ્તરનું કર માળખુ છે.

10 હજારથી ઓછી કિંમતની વસ્તુ પર ઘટાડી શકે છે ટેક્સ !

બીજી તરફ રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓને સસ્તી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, કસરત પુસ્તકો પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા અને 20 લિટરથી વધુ પેકેજ્ડ પીવાના પાણી પરનો જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ છે.

g clip-path="url(#clip0_868_265)">