સોના ચાંદીના ભાવમાં અંજાઈ જવાય તેવો ચળકાટ, જાણો આજે કિંમતી ધાતુઓની કિંમતમાં કેટલો વધારો થયો?

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા મજબૂત વધારાની અસર સ્થાનિક બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે. એમસીએક્સ પર બંનેના ભાવમાં બમ્પર વધારો નોંધાઈ રહ્યો છે.સોનુ પ્રતિ તોલા 400 અને ચાંદી પ્રતિ કિલો 500 રૂપિયાના ઉછાળા સાથે સવારે 11.30 વાગે કારોબાર કરતા જોવા મળ્યા હતા.

સોના ચાંદીના ભાવમાં અંજાઈ જવાય તેવો ચળકાટ, જાણો આજે કિંમતી ધાતુઓની કિંમતમાં કેટલો વધારો થયો?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 11:50 AM

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા મજબૂત વધારાની અસર સ્થાનિક બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે. એમસીએક્સ પર બંનેના ભાવમાં બમ્પર વધારો નોંધાઈ રહ્યો છે.સોનુ પ્રતિ તોલા 400 અને ચાંદી પ્રતિ કિલો 500 રૂપિયાના ઉછાળા સાથે સવારે 11.30 વાગે કારોબાર કરતા જોવા મળ્યા હતા.

ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈથી બુલિયન માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે. COMEX પર સોનાની કિંમત 2000 ડૉલરની નજીક પહોંચી ગઈ છે. રોકાણકારો યુએસ FED મિનિટ્સ પર નજર રાખી રહ્યા છે, જેમાં વ્યાજદર સંબંધિત મહત્વપૂર્ણ સંકેતો મળી શકે છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર

MCX GOLD :  61005.00 +348.00 (0.57%) (Updated at November 21, 2023 -11:40)
MCX SILVER  : 73100.00 +456.00 (0.63%) (Updated at November 21, 2023 -11:40)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 63199
Rajkot 63219
(Source : aaravbullion)

સ્થાનિક બજારમાં સોનું ચમક્યું

સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાની કિંમત 380 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 61034 રૂપિયા પર પહોંચી ગયો છે. ચાંદીની કિંમત પણ 600 રૂપિયા વધીને 73200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ હતી .

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું

COMEX પર સોનાની કિંમત $2000 પ્રતિ ઓન્સની નજીક પહોંચી ગઈ છે. હાલમાં પ્રતિ ઓન્સ $1993 પર ટ્રેડિંગ થઈ રહ્યું છે. ચાંદીમાં પણ લગભગ 1 ટકાનો ઉછાળો છે. COMEX પર ચાંદીની કિંમત $23.82 પ્રતિ ઓન્સ પર પહોંચી ગઈ છે. નબળા ડોલરના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રોકાણકારો આજે મોડી સાંજે FED મિનિટ આવવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : સબકા સપના મની મની : કરોડપતિ બનવુ હવે મુશ્કેલ નથી, સેલેરીમાંથી માત્ર 11 હજાર રુપિયાનું રોકાણ કરી બનશો માલામાલ

સોનુ કેમ મોંઘુ હોય છે?

તમને જણાવી દઈએ કે સોનું કાઢવાની પદ્ધતિ એટલે કે તેની આખી પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે. આ પ્રક્રિયામાં પણ ઘણો સમય લાગે છે જેના કારણે સોનું ઘણું મોંઘું છે. સોનું પ્રકૃતિમાં સ્વતંત્ર રીતે અને સંયુક્ત સ્વરૂપે જોવા મળે છે અને શુદ્ધ સોનું સોનાના અયસ્કમાંથી મેળવવામાં આવે છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ ડ્રેસિંગરૂમમાં રોહિત-વિરાટની પીઠ થપથપાવતા કહ્યું- ‘નિરાશ ના થાઓ, 10-10 મેચ જીતી અહીં પહોંચ્યા છો’

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">