સબકા સપના મની મની : કરોડપતિ બનવુ હવે મુશ્કેલ નથી, સેલેરીમાંથી માત્ર 11 હજાર રુપિયાનું રોકાણ કરી બનશો માલામાલ
સામાન્ય રીતે ઓછી સેલેરીમાં ઘર ચલાવતા લોકો એવુ માનતા હોય છે કે કરોડપતિ બનવુ એ ખૂબ જ અઘરુ છે. જો કે તમે તમારી સેલેરીમાંથી થોડા નાણાંની બચત કરી, તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરીને કરોડપતિ બનવાનું સ્વપ્ન પુરુ કરી શકો છો.
રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડને ખૂબ સારો વિકલ્પ માનવામાં આવે છે.મ્યુચ્યુલ ફંડમાં SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને ખૂબ સારો વિકલ્પ માનવામાં આવે છે. તમે મહીને માત્ર 100 રુપિયાથી પણ SIPમાં રોકાણ શરુ કરી શકો છો. જો તમે સેલેરી વધવાની સાથે SIPની રકમ પણ વધારો તો તમે તમારા કરોડપતિ બનવાના સ્વપ્નને પણ પુરુ કરી શકો છો.
સામાન્ય રીતે ઓછી સેલેરીમાં ઘર ચલાવતા લોકો એવુ માનતા હોય છે કે કરોડપતિ બનવુ એ ખૂબ જ અઘરુ છે. જો કે તમે તમારી સેલેરીમાંથી થોડા નાણાંની બચત કરી, તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરીને કરોડપતિ બનવાનું સ્વપ્ન પુરુ કરી શકો છો.જો તમે મહીને 11 હજાર રુપિયાનું રોકાણ કરો તો માત્ર 20 વર્ષમાં કરોડપતિ બનવાનું તમારુ સ્વપ્ન સાકાર થઇ શકે છે. જો કે તે માટે તમારે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરતા રહેવુ પડશે. મ્ય્ચ્યુઅલ ફંડના અત્યાર સુધીના ઇતિહાસને ચકાસીએ તો રોકાણકારોને 12થી 13 ટકા વળતર મળ્યુ છે.
10 વર્ષ સુધી SIP
તમે 10 વર્ષ માટે મહીને 11 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 25,55,730 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 13,20,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 12,35,730 રૂપિયાનું વળતર મળશે.
15 વર્ષ સુધી SIP
જો તમે 15 વર્ષ માટે મહીને 11 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 55,50,336 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 19,80,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 35,70,336 રૂપિયાનું વળતર મળશે.
આ પણ વાંચો- સબકા સપના મની મની : મહીને માત્ર 9 હજાર રુપિયાનું રોકાણ કરવાથી બની જશો કરોડપતિ, જાણો કેટલા વર્ષ લાગશે ?
20 વર્ષ સુધી SIP
જો તમે 20 વર્ષ માટે મહીને 11 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 1,09,90,627 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 26,40,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 83,50,627 રૂપિયાનું વળતર મળશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)