Garlic Price: છૂટક બજારમાં 178 રૂપિયે કિલો લસણ, જાણો અચાનક કેમ ભાવમાં થયો વધારો

|

Aug 13, 2023 | 3:42 PM

ટામેટાની જેમ લસણનો ભાવ પણ 170 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. ઘણા શહેરોમાં તેની કિંમત 180 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે. માર્ચ મહિના સુધી તે છૂટક બજારમાં 60 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું.

Garlic Price: છૂટક બજારમાં 178 રૂપિયે કિલો લસણ, જાણો અચાનક કેમ ભાવમાં થયો વધારો
Garlic Price

Follow us on

દેશમાં મોંઘવારી (Inflation) અટકવાનું નામ નથી લઈ રહી. ટામેટાની (Tomato Price) જેમ લસણનો ભાવ (Garlic Price) પણ 170 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. ઘણા શહેરોમાં તેની કિંમત 180 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે. હાલમાં પટનામાં એક કિલો લસણનો ભાવ 172 રૂપિયા છે. કોલકાતામાં 178 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ત્રણથી ચાર મહિના પહેલા તે ઘણું સસ્તું હતું. માર્ચ મહિના સુધી તે છૂટક બજારમાં 60 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું. પરંતુ ચોમાસાના આગમન બાદ તે મોંઘુ થયું.

5 થી 8 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લસણની ખરીદી કરી

ગત વર્ષે જથ્થાબંધ ભાવે લસણ ખૂબ સસ્તું હતું. મધ્યપ્રદેશની મંડીઓમાં ખેડૂતો પાસેથી 5 થી 8 રૂપિયા પ્રતિ કિલો લસણની ખરીદી કરવામાં આવી હતી. વાજબી ભાવ ન મળવાને કારણે અનેક ખેડૂતોએ લસણ રસ્તા પર ફેંકી દીધું હતું. પરંતુ, ગયા મહિને ભાવમાં ઉછાળો આવ્યા બાદ લસણને કારણે ખેડૂતો આ વર્ષે અમીર બન્યા છે. તેઓએ 150 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ ભાવે લસણ વેચ્યું.

લસણના વાવેતર વિસ્તારમાં 50% નો ઘટાડો થયો

વેપારીઓનું કહેવું છે કે મધ્યપ્રદેશ દેશમાં લસણનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના આંકડા મુજબ દેશમાં લસણના કુલ ઉત્પાદનમાં મધ્યપ્રદેશનો હિસ્સો 62.85 ટકા છે. પરંતુ, ગત વર્ષે યોગ્ય દર ન મળતાં લસણ ઉત્પાદક ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા હતા. આવી સ્થિતિમાં ખેડૂતોએ આ વર્ષે લસણનું વાવેતર ઘટાડ્યું હતું, જેના કારણે લસણના વાવેતર વિસ્તારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં માગ મુજબ બજારમાં લસણની સપ્લાય થઈ શકી નથી. જેના કારણે ભાવમાં અચાનક વધારો થયો હતો.

નવા પાકના આગમન બાદ ભાવમાં ઘટાડો થશે

મધ્યપ્રદેશથી સમગ્ર દેશમાં લસણ સપ્લાય થાય છે. અહીંથી દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં લસણ સપ્લાય કરવામાં આવે છે. મધ્યપ્રદેશની મંડીઓમાં લસણ મોંઘુ થયું તો અન્ય રાજ્યોમાં પણ તેના ભાવ વધી ગયા. રતલામ જિલ્લાના લસણ ઉત્પાદકોનું કહેવું છે કે ગયા વર્ષે થયેલા નુકસાનને કારણે ખેડૂતોએ લસણની ખેતી અડધી કરી દીધી હતી. પરંતુ આ વખતે ભાવ જોતા ફરી વિસ્તાર વધશે. લસણના નવા પાકના આગમન બાદ ભાવ ઘટવા લાગશે તેવું અનુમાન છે.

આ પણ વાંચો : Onion Price: સરકાર વેચશે ઓનલાઈન સસ્તી ડુંગળી, ભાવ નિયંત્રણમાં લેવા માટે લીધો નિર્ણય

મધ્યપ્રદેશ બાદ સૌથી વધુ લસણની ખેતી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં થાય છે. આ ત્રણ રાજ્યો મળીને 85 ટકા લસણનું ઉત્પાદન કરે છે. રાજસ્થાન 16.81 ટકા લસણનું ઉત્પાદન કરે છે જ્યારે ઉત્તર પ્રદેશનો હિસ્સો 6.57 ટકા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article