6 કરોડથી વધારે કર્મચારીઓ માટે ખુશખબર, EPFO એ વ્યાજ દરમાં કર્યો વધારો, PF જમા રકમ પર મળશે વધારે વ્યાજ
માર્ચ 2023માં EPFOએ નાણાકીય વર્ષ 2022-23માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારબાદ વ્યાજ દર 8.15 ટકા થયો હતો. તે પહેલા નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજ દર 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, EPFOએ વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે કર્યો હતો.
કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા 6.5 કરોડ કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. આ નિર્ણયથી દેશમાં EPF ખાતાધારકોની બચતમાં વધારો થશે. રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ નાણાકીય વર્ષ 2023-24 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ થાપણો પર વ્યાજ દર વધારીને 8.25 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ વ્યાજ દર 3 વર્ષમાં સૌથી વધારે છે.
સતત બીજા વર્ષે કર્યો વ્યાજ દરમાં વધારો
EPFOની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની મીટીગ દરમિયાન શનિવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયની ફાઈલ મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે જશે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ તેનો અમલ થશે. આ સતત બીજા વર્ષે EPFOના CBTએ વ્યાજદરમાં વધારો કર્યો છે.
નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજ દર 8.10 ટકા હતો
માર્ચ 2023માં EPFOએ નાણાકીય વર્ષ 2022-23માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારબાદ વ્યાજ દર 8.15 ટકા થયો હતો. તે પહેલા નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજ દર 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, EPFOએ વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે કર્યો હતો. અગાઉના નાણાકીય વર્ષમાં આ જ વ્યાજ દર 8.5 ટકા હતો.
આ પણ વાંચો : બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ બેંકે વ્યાજમાં કર્યો વધારો, જાણો તમને કેટલો ફાયદો થશે
EPF પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો
EPFOના છ કરોડથી વધુ ગ્રાહકોને નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા વ્યાજ દરનો લાભ મળશે. માર્ચ 2021માં CBT દ્વારા 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.5 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. EPFOના સૂત્રના જણાવ્યા અનુસાર, EPFOની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ શનિવારે તેની મીટીંગમાં વર્ષ 2023-24 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો છે. CBTના નિર્ણય બાદ આગામી નાણાકીય વર્ષ માટે EPF જમા રકમ પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને ફાઈલ મોકલવામાં આવશે.