કોરોના કાળમાં અર્થતંત્ર ભલે નરમાશ વચ્ચેથી પસાર થયું પરંતુ શેરબજારે સતત તેજી સાથે કારોબાર આગળ ધપાવ્યો હતો. રોકાણકારોના બમણા ઉત્સાહ વચ્ચે IPO માર્કેટ પણ ખુબ જોશમાં રહ્યું હતું. બજારમાં એક તરફ નવી નવી કંપનીઓ તેજીનો લાભ હાંસલ કરવા લિસ્ટ થઇ તો વર્ષ 2021 માં 42 કંપનીઓ એવી રહી કે જેણે મેદાન છોડ્યું છે. આ કંપનીઓએ અલગ અલગ કારણોસર Delist કરવામાં આવી છે. ડિલિસ્ટ થનાર કંપનીઓની સંખ્યા 2 દાયકામાં 389 નોંધાઈ છે.
ડિલિસ્ટ થનાર કંપનીઓમાં પ્રભાત ડેરી(Prabhat Dairy) અને DHFL જેવી જાણીતી કંપનીઓના નામનો પણ સમાવેશ થાય છે. બે SME કંપનીઓ પણ ડિલિસ્ટ કરવામાં આવી છે. આ કંપનીઓના નામ HUSYSLTD અને BABAFOOD છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE એ તેની સત્તાવાર યાદીમાં આ કંપનીઓ અંગેની માહિતી આપી છે.
DHFL નું 29 સપ્ટેમ્બરે ડીલિસ્ટિંગ કરાયું
દેવાદાર કંપની દિવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પ (DHFL)ના શેરમાં ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. DHFLમાં ટ્રેડિંગ બંધ થવાનો અર્થ એ છે કે શેર ધરાવતા રોકાણકારો તેને વેચી શકશે નહીં અને નવા શેર ખરીદી શકશે નહીં.કંપની પર 90,000 કરોડનું દેવું છે. DHFL એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે જેનું મુખ્ય ધ્યાન હાઉસિંગ ફાઇનાન્સ છે કંપની 2019 ના મધ્યમાં મુશ્કેલીમાં આવી હતી. જૂન 2019 માં, કંપનીના કોમર્શિયલ પેપર્સ ડીમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યા હતા એટલે કે, ડિફોલ્ટ. કંપનીએ ઘણી ચૂકવણીઓ પર ડિફોલ્ટ કરવાનું ચાલુ રાખ્યું અને એવો અંદાજ છે કે જ્યારે તે નાદાર થઈ ત્યારે તેણે ધિરાણકર્તાઓને રૂ. 90,000 કરોડનું દેવું કર્યું હતું.
PRABHAT DAIRY એ સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ કર્યું
30 એપ્રિલથી BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માંથી પાછી લીધું છે. આ બજારોમાં કંપનીના શેરનું ટ્રેડિંગ 23 એપ્રિલથી બંધ થઈ ગયું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોમાંથી સ્વૈચ્છિક રીતે તેના શેરને ડિલિસ્ટ કરવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. એક પરિપત્રમાં સ્ટોક એક્સચેન્જોએ જણાવ્યું હતું કે કંપનીએ ઇક્વિટી શેર દૂર કરવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. તદનુસાર 23 એપ્રિલથી પ્રભાત ડેરીના શેરમાં ટ્રેડિંગ બંધ થઈ ગયું હતું અને 30 એપ્રિલે માર્કેટ રેકોર્ડમાંથી કંપનીના શેર દૂર કરવામાં આવ્યા છે.
ડીલિસ્ટિંગ એટલે શું ?
સિક્યોરિટીઝના “ડિલિસ્ટિંગ” શબ્દનો અર્થ છે સ્ટોક એક્સચેન્જમાંથી લિસ્ટેડ કંપનીની સિક્યોરિટીઝને કાયમી દૂર કરવી. ડિલિસ્ટિંગના પરિણામ સ્વરૂપે તે કંપનીની સિક્યોરિટીઝ હવે તે સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ થશે નહીં. શેરની ડિલિસ્ટિંગ એ કંપનીના ઇક્વિટી શેરને ખરીદવા અથવા વેચવાના હેતુઓ માટે સ્ટોક એક્સચેન્જોમાંથી સંપૂર્ણ અને કાયમી દૂર કરવાનો ઉલ્લેખ કરે છે. આનો સીધો અર્થ એ છે કે શેરો સ્ટોક એક્સચેન્જો પર ખરીદવા અથવા વેચવા માટે ઉપલબ્ધ રહેશે નહીં.
47 કંપનીઓ ડિલિસ્ટ થઇ શકે છે
NSE ની એક યાદી અનુસાર 47 કંપનીઓ આગામી સમયમાં ડિલિસ્ટ કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ કંપનીઓ વિવિધ કારણોસર બજારમાંથી દૂર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીઓ કાર્યવાહીના ભાગરૂપે જ નહિ પરંતુ સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ પણ કરી શકે છે.
આ પણ વાંચો : Diwali પર્વે સોનું ખરીદતા પહેલા જાણી લો ઇન્કમ ટેક્સના આ નિયમ નહીંતર આવશે નોટિસ
આ પણ વાંચો : આ Crypto Currency એ રોકાણકારોને 100 કલાકમાં કરોડપતિ અને પછી 10 મિનિટમાં રોડપતિ બનાવ્યાં, જાણો ચેતવણીરૂપ કિસ્સો
Published On - 10:34 am, Fri, 5 November 21