AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali પર્વે સોનું ખરીદતા પહેલા જાણી લો ઇન્કમ ટેક્સના આ નિયમ નહીંતર આવશે નોટિસ

જો તમારે સોનું ખરીદવું હોય તો તમે કહી શકો છો કે સોનું ક્યાંથી આવ્યું. તમે આનો વેલીડ સોર્સ અને પુરાવો આપી શકો છો, પછી તમે ઈચ્છો તેટલું સોનું ઘરે રાખી શકો છો, પરંતુ જો તમે કોઈ આવકનો સ્ત્રોત જાહેર કર્યા વિના ઘરમાં સોનું રાખવા માંગતા હોવ તો તેની મર્યાદા છે.

Diwali પર્વે સોનું ખરીદતા પહેલા જાણી લો ઇન્કમ ટેક્સના આ નિયમ નહીંતર આવશે નોટિસ
Gold Investment Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:33 AM
Share

આપણે દિવાળીના તહેવારમાં બક્ષિસ અને બોનસ સહિતના મળેલા લાભમાંથી સોનુ ખરીદવાનો આગ્રહ રાખીએ છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આ સમયે સોનું ખરીદે છે. જો તમે સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. એવું ન થવું જોઈએ કે તમે મોટા પ્રમાણમાં સોનું ખરીદ્યું હોય અને ઇન્કમટેક્સની નોટિસ તમારા ઘરે પહોંચી જાય.

જો તમારે સોનું ખરીદવું હોય તો તમે કહી શકો છો કે સોનું ક્યાંથી આવ્યું. તમે આનો વેલીડ સોર્સ અને પુરાવો આપી શકો છો, પછી તમે ઈચ્છો તેટલું સોનું ઘરે રાખી શકો છો, પરંતુ જો તમે કોઈ આવકનો સ્ત્રોત જાહેર કર્યા વિના ઘરમાં સોનું રાખવા માંગતા હોવ તો તેની મર્યાદા છે.

તમે કેટલું સોનું રાખી શકો છો? નિયમો અનુસાર પરિણીત મહિલાઓ 500 ગ્રામ સોનું, અવિવાહિત મહિલાઓ 250 ગ્રામ અને પુરૂષો માત્ર 100 ગ્રામ સોનું આવકના પુરાવા આપ્યા વગર રાખી શકે છે. જો ત્રણેય કેટેગરીમાં નિયત મર્યાદામાં સોનું ઘરમાં રાખવામાં આવે તો આવકવેરા વિભાગ સોનાના દાગીના જપ્ત કરશે નહીં.

જો વિવિધ કેટેગરીના લોકો માટે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું ઘરમાં રાખવામાં આવે છે તો તે વ્યક્તિને આવકનો દાખલો આપવો જરૂરી રહેશે. આમાં સોનું ક્યાંથી આવ્યું તેના પુરાવા આવકવેરા વિભાગને આપવા પડશે. CBDT એ 1 ડિસેમ્બર, 2016 ના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જો નાગરિક પાસે વારસાગત સોના સહિત તેની પાસે સોનાનો માન્ય સ્ત્રોત ઉપલબ્ધ હોય અને તે તેને સાબિત કરી શકે તો નાગરિક ગમે તેટલા સોનાના દાગીના અને ઘરેણાં રાખી શકે છે.

ITR ફાઇલ કરતી વખતે માહિતી આપવી જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ 50 લાખથી વધુ છે તો ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા ITR ફાઇલમાં જ્વેલરીની જાહેર કરેલી કિંમત અને તેમની મૂળ કિંમત વચ્ચે કોઈ તફાવત હોવો જોઈએ નહીં. અન્યથા તમારે આનું કારણ સમજાવવું પડશે.

ટેક્સ નિયમ જાણો  મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિઝિકલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા GST ચૂકવવો પડશે. બીજી તરફ જો આપણે ટેક્સ વિશે વાત કરીએ તો ગ્રાહક દ્વારા ફિઝિકલ ગોલ્ડ વેચવા પરની કર જવાબદારી તમે તેને કેટલા સમય સુધી તમારી પાસે રાખી છે તેના પર નિર્ભર કરે છે. જો સોનું ખરીદીની તારીખથી ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેનાથી થતા કોઈપણ લાભને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે અને તે તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે અને કર આવકવેરા સ્લેબ મુજબ ગણવામાં આવશે.

તેનાથી વિપરિત જો તમે ત્રણ વર્ષ પછી સોનું વેચવાનું નક્કી કરો છો, તો આ રકમને લાંબા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે અને તેના પર 20 ટકાની કર જવાબદારી થશે. ઇન્ડેક્સેશન લાભો સાથે 4% સેસ અને સરચાર્જ પણ લાગુ થશે.

આ પણ વાંચો :  આ Crypto Currency એ રોકાણકારોને 100 કલાકમાં કરોડપતિ અને પછી 10 મિનિટમાં રોડપતિ બનાવ્યાં, જાણો ચેતવણીરૂપ કિસ્સો

આ પણ વાંચો : કરવેરા ભરતી વખતે PAN , TAN અને TIN જેવા શબ્દો સાંભળવા મળે છે, જાણો કોનો ક્યાં થાય છે ઉપયોગ અને ત્રણેય વચ્ચે શું છે તફાવત?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">