કોરોનાના નવા વેરીયન્ટ સામે આવ્યા બાદ પુરા વિશ્વમાં ખળભળાટ, કાચા તેલમાં 10 ટકાથી વધુનો ઘટાડો

Crude oil price: નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદ કાચા તેલની કિંમતમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે. એપ્રિલ 2020 પછી આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે.

કોરોનાના નવા વેરીયન્ટ સામે આવ્યા બાદ પુરા વિશ્વમાં ખળભળાટ, કાચા તેલમાં 10 ટકાથી વધુનો ઘટાડો
Petrol-Diesel Price Today
| Edited By: | Updated on: Nov 26, 2021 | 11:58 PM

કોરોનાના નવા વેરિયન્ટ (new variants of Corona) સામે આવ્યા બાદ ફરી એકવાર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદ કાચા તેલની (crude oil) કિંમતમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે. એપ્રિલ 2020 પછી આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. વિશ્વભરના શેરબજારોમાં (stock markets) પણ આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

એક વેબસાઈટ અનુસાર રાત્રે 10.50 વાગ્યે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 10 ટકાના ઘટાડા સાથે 74 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. WTI ક્રૂડ એટલે કે યુએસ ક્રૂડ ઓઈલ 11.53 ટકાના ઘટાડા સાથે 69.35 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

 

વિશ્વભરના બજારોમાં ઘટાડો

નવા વેરિઅન્ટના કારણે આજે વૈશ્વિક શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. રાત્રે 11 વાગ્યે અમેરિકન ઈન્ડેક્સ ડાઉ જોન્સમાં (Dow Jones) 2.36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. S&P 500માં 1.86 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સમાં પણ 2.9 ટકાનો જંગી ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1,688 પોઈન્ટના ઘટાડા સાથે 57,107ના સ્તર પર બંધ થયો હતો.

 

રોકાણકારોના એક જ દિવસમાં 7.45 લાખ કરોડ રૂપિયા ડુબ્યા

શુક્રવારે શેરબજારમાં સાત મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. 12 એપ્રિલ પછી બજારમાં આજે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈથી 8% નીચે છે. શેરબજારમાં સાત મહિનામાં સૌથી મોટા ઘટાડાથી રોકાણકારોને કુલ 7.45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારો મળવાને કારણે ટ્રેડર્સ જેટલું વેચી શક્તા હતા, તેમણે તેટલું વેચાણ કર્યું હતું.

 

બોન્ડ માર્કેટ પર પણ દબાણ વધ્યું હતું

આ સિવાય બોન્ડ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. 10-વર્ષના યુએસ બોન્ડ યીલ્ડમાં હાલમાં 8.42 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે તે 1.505 ટકાના સ્તરે હતો. આ સિવાય વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 1,785 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું.

 

સોનાના ભાવમાં આવ્યો ઉછાળો

અહીં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા બાદ શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 570 રૂપિયા વધીને 47,155 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. તેના કારણે પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું  46,585  રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

 

ચાંદીની કિંમત પણ 190 રૂપિયા વધીને  62,145 રૂપિયા પ્રતિ કિલોએ બંધ રહી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી 61,955 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 37 પૈસા ઘટીને 74.89 પર પહોંચ્યો હતો.

 

આ પણ વાંચો :  દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં આવ્યો લગભગ 29 કરોડ ડોલરનો ઉછાળો, RBIની તિજોરીમાં છે 640.40 અરબ ડોલર