AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં આવ્યો લગભગ 29 કરોડ ડોલરનો ઉછાળો, RBIની તિજોરીમાં છે 640.40 અરબ ડોલર

Foreign exchange reserves: આ સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 29 કરોડ ડોલરનો ઉછાળો આવ્યો છે. ગયા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં 76.3 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો.

દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં આવ્યો લગભગ 29 કરોડ ડોલરનો ઉછાળો, RBIની તિજોરીમાં છે 640.40 અરબ ડોલર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 9:57 PM
Share

19 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 28.9 કરોડ (foreign exchange reserves) ડોલર વધીને 640.401 અરબ ડોલર થયું છે. શુક્રવારે રિઝર્વ બેંક (Reserve Bank Of India) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 76.3 કરોડ ડોલર ઘટીને 640.112 અરબ ડોલર રહ્યું હતું. 3 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં મુદ્રા ભંડાર 642.453 અરબ ડોલરના સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.

રિપોર્ટિંગ સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ (FCA)માં વધારો થયો છે. FCAનો વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર હિસ્સો હોય છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર સપ્તાહ દરમિયાન FCA 22.5 કરોડ ડોલર વધીને 575.712 અરબ ડોલર થયું છે. વિદેશી ચલણ અસ્કયામતો ડૉલરમાં વ્યક્ત કરવામાં આવે છે, તેમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ ચલણની હિલચાલનો પણ સમાવેશ થાય છે.

ગોલ્ડ રીઝર્વમાં આવ્યા 15.2 કરોડ ડોલર

આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 15.2 કરોડ ડોલર વધીને 40.391 અરબ ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વિશેષ ડ્રોઈંગ રાઈટ્સ સમીક્ષા હેઠળના સપ્તાહમાં 7.4 કરોડ ડોલર ઘટીને 19.11 અરબ ડોલર રહ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું મુદ્રા ભંડાર 1.3 કરોડ ડોલર ઘટીને 5.188 અરબ ડોલર થયું છે.

રૂપિયાને મજબૂતી મળે છે

રિઝર્વ બેંક માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરે છે, ત્યારે તે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કે તેની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે. જ્યારે આરબીઆઈની તિજોરીમાં ડોલર ભર્યુ હોય છે, ત્યારે ચલણને મજબૂતી મળે છે.

આયાત માટે ડોલર રીઝર્વ જરૂરી છે

આપણે જાણીએ છીએ કે ભારત મોટાપાયે આયાત કરે છે. જ્યારે પણ આપણે વિદેશીઓ પાસેથી કોઈ પણ સામાન ખરીદીએ છીએ, ત્યારે વ્યવહારો ડોલરમાં થાય છે. આવી સ્થિતિમાં આયાતમાં મદદ કરવા માટે વિદેશી હૂંડિયામણ અનામત હોવું જરૂરી છે. જો વિદેશથી આવતા રોકાણમાં અચાનક ઘટાડો થાય છે તો તે સમયે તેનું મહત્વ વધારે વધી જાય છે.

એફડીઆઈ (FDI) માં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે

જો વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય છે તો તેનો અર્થ એ છે કે દેશમાં મોટાપાયે FDI આવી રહ્યું છે. અર્થતંત્ર માટે વિદેશી રોકાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નાણાં ઠાલવી રહ્યા છે તો તે વિશ્વ માટે સંકેત છે કે ભારતીય અર્થતંત્રમાં તેમનો વિશ્વાસ વધી રહ્યો છે.

આ પણ વાંચો :  Closing Bell : કોરોનાના નવા વેરિએન્ટના ભયે તેજીની કમર તોડી, સેન્સેક્સ BSE 1687 અને નિફ્ટી 509 પોઈન્ટ તૂટ્યા

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">