Share Market Breaking News : ભારતીય શેર બજાર કડડડભૂસ, પ્રિ-ઓપનિંગ માર્કેટમાં સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલ્યો
Share Market Breaking News : નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે સેન્સેક્સ પણ 2.5% ના ઘટાડા સાથે ખુલ્યો. નિફ્ટી ફિફ્ટી 24,200ની નીચે સરકી ગયો છે અને સેન્સેક્સ પણ 79, 400 ની આસપાસ માર્કેટ જોવા મળી રહ્યું છે.

Share Market Breaking News : વૈશ્વિક બજારોના ખરાબ સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા અમેરિકન માર્કેટમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન વાયદા અને એશિયન બજારોમાંથી પણ નબળાઈના સંકેતો હતા. આજે ઘણી કંપનીઓના Q1 પરિણામોની અસર પણ જોવા મળશે.
આ સિવાય કેટલીક અન્ય કંપનીઓ પણ જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. પ્રી-માર્કેટમાં નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Share Market Breaking News : ભારતીય શેર બજાર કડકડભૂસ, પ્રિ-ઓપનિંગ માર્કેટમાં સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલ્યો#NSE #BSE #sharemarket #Stockmarket #BreakingNews #sensex #niftyhttps://t.co/IYPZ3YzJjL pic.twitter.com/fOpTYowIuT
— Tv9 Gujarati (@tv9gujarati) August 5, 2024
(Credit Source : @tv9gujarati)
ખરાબ વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે સેન્સેક્સ પણ 2.5% ના ઘટાડા સાથે ખુલ્યો. નિફ્ટી ફિફ્ટી 24,200ની નીચે સરકી ગયો છે અને સેન્સેક્સ પણ 79, 400 ની આસપાસ માર્કેટ જોવા મળી રહ્યું છે.
નિફ્ટીના ટોપ નબળા શેરોમાં Hindalo Industries, Maruti Suzuki, Shriram Finance, Titan અને Bharti Airtelનો સમાવેશ થાય છે. 3.7% થી 4.5% સુધીનો ઘટાડો હતો.
આ કારણ હોય શકે છે
થોડા દિવસો પહેલા જ મંદીના મોટા ભાગના સમાચાર અમેરિકામાંથી આવી રહ્યા હતા. એક ડેટાએ મંદીના સમાચારને વેગ આપ્યો છે. અમેરિકામાં જાહેર થયેલા નબળા મેન્યુફેક્ચરિંગ (PMI) ડેટાએ હલચલ મચાવી દીધી છે. અહીં જુલાઈ માટે મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ 46.8% હતો, જે ચિંતાજનક છે.
વિદેશી શેર માર્કેટમાં ભૂકંપ જોવા મળ્યો હતો. તેની અસર આજે ભારતીય શેર માર્કેટ પર જોવા મળી શકે છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત વધ-ઘટ એમ પકડ દાવ રમી રહ્યા છે.
ઓપનિંગ બેલ
- સેન્સેક્સ 2393 પોઈન્ટ ઘટીને 78,588 પર ખુલ્યો હતો.
- નિફ્ટી 415 પોઈન્ટ ઘટીને 24,302 પર ખુલ્યો હતો.
- બેન્ક નિફ્ટી 764 પોઈન્ટ ઘટીને 50,586 પર ઓપન થયો છે
- રૂપિયો 83.78/$ના રેકોર્ડ નીચા સ્તરે ઓપન થયેલ છે
