MONEY9 : શું સસ્તી વિમાન મુસાફરીના દિવસો પૂરા થશે ?

નબળા થતા રૂપિયાએ આ મુશ્કેલીમાં વધારો કર્યો છે. કંપનીઓના ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 40 થી 45 ટકા હિસ્સો ઇઁધણનો હોય છે. કોવિડના મારથી આ ક્ષેત્રને કુલ 20,000 કરોડનું નુકસાન થયું છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 07, 2022 | 2:49 PM

MONEY9: એરલાઇન્સ (AIRLINES) કંપનીઓ પર ઘેરાયેલા કોરોના કાળના વાદળો હજુ તો દૂર થવાનું શરૂ જ થયું હતું કે આ સેક્ટરને નવા પડકારોએ ઘેરી લીધું. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ (ATF)ના ભાવ છેલ્લા એક સપ્તાહમાં બે ગણા થઇ ગયા છે.

આમ પણ એક્સપર્ટ એવિએશનને ફાયદાનો ધંધો નથી માનતા. જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિઝના મુખ્ય રોકાણ રણનીતિકાર વી.કે. વિજય કુમારનું માનવું છે કે એકબે એરલાઇન્સને બાદ કરતાં દુનિયાભરમાં એવિએશન બિઝનેસ ફાયદામાં નથી ચાલી રહ્યો. તેમનું કહેવું છે કે દેવાના ડુંગર છતાં ભારતમાં સ્પર્ધાના કારણે એરલાઇન વધારે ભાડું નથી વસૂલી શકતી. અને મોંઘું ક્રૂડ તેમના પર ભારે પડી રહ્યું છે.

નબળા થતા રૂપિયાએ આ મુશ્કેલીમાં વધારો કર્યો છે. કંપનીઓના ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 40 થી 45 ટકા હિસ્સો ઇઁધણનો હોય છે. કોવિડના મારથી આ ક્ષેત્રને કુલ 20,000 કરોડનું નુકસાન થયું છે. દેશની બે મુખ્ય એરલાઇન્સ સ્પાઇસજેટ અને ઇન્ડિગોની બેલેન્સશીટ ખોટથી લાલ નિશાનમાં છે. આ ખોટ ઉપરાંત કંપનીઓ પર પહેલેથી લોનનો બોજ છે. દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો પર 3,897 કરોડ રૂપિયાનું દેવું છે. ખોટ અને દેવામાં ડૂબેલી કંપનીઓને વધતા વ્યાજ દરોમાં નવી લોન પણ મોંઘી મળશે સાથે જ નાની કંપનીઓ માટે આ માહોલમાં નવી વર્કિંગ કેપિટલ ભેગી કરવાનું કામ સરળ નથી.

એક રાહત આપનારી વાત એ જરૂર છે કે જાન્યુઆરી 2022 પછી યાત્રીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ મોંઘા ઇંધણના કારણે એરલાઇન્સ પોતાની પૂરી ક્ષમતાથી ઉડી નથી રહ્યા. એટલે કે ગ્રાહક તો છે પણ તેને લઇને ઉડવામાં કંપનીઓ સક્ષમ નથી.

યાત્રીઓની સંખ્યામાં વધારામાં સરકારની ઉડાન સ્કીમનું પણ મહત્વનું યોગદાન છે. છેલ્લા 5 વર્ષમાં ડોમેસ્ટીક યાત્રીઓની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. 2017ની પહેલા ઝીરોની સરખામણીએ આજે દિલ્હીથી 24 ડોમેસ્ટીક રૂટ્સ ઑપરેટ થઇ રહ્યા છે.

કોમ્પિટીશન આ સેક્ટરમાં એક નવો જ પડકાર બનીને બહાર આવી રહ્યું છે. પોતાના નવા અવતારમાં હવે જેટ એરવેઝની જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન કામકાજ શરૂ કરવાની યોજના છે. આ ઉપરાંત આકાસા એર પણ જુલાઇ 2022માં પોતાની પહેલી ઉડાન ભરવાની તૈયારી કરી રહી છે. નવી કંપનીઓના આ ક્ષેત્રમાં આવવાથી સેક્ટરમાં કોમ્પિટીશન વધશે. ગ્રાહકોના વિકલ્પ વધશે જેનાથી કંપનીઓ પર ટિકિટની કિંમતોમાં કાપ મૂકવાનું દબાણ વધશે. એટલે ઉકળતા ક્રૂડ, નબળો રૂપિયો અને મોંઘી લોનની વચ્ચે નવી કોમ્પિટિશન આ ક્ષેત્રની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

Follow Us:
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
g clip-path="url(#clip0_868_265)">