AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ઇન્ટરનેટ દોડશે નહીં, ઉડશે! હવે ઇન્ટરનેટ દોડશે નહીં, ઉડશે! રિલાયન્સ જિયોની અમદાવાદ-ગાંધીનગરમાં સ્પીડની ‘હાઈ-ટેક ક્રાંતિ’

અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓ માટે ડિજિટલ દુનિયા હવે વધુ સરળ અને ઝડપી બનવા જઈ રહી છે. રિલાયન્સ જિયોએ આ બંને મહત્વના શહેરોમાં પોતાના નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડમાં નોંધપાત્ર સુધારો કરીને એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

હવે ઇન્ટરનેટ દોડશે નહીં, ઉડશે! હવે ઇન્ટરનેટ દોડશે નહીં, ઉડશે! રિલાયન્સ જિયોની અમદાવાદ-ગાંધીનગરમાં સ્પીડની 'હાઈ-ટેક ક્રાંતિ'
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2026 | 4:46 PM
Share

રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ તેમજ ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં બીજા સ્પર્ધકોને પાછળ છોડીને શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા લેટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઇ.ડી.ટી.) મુજબ જિયો સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ, સૌથી ઝડપી 5G અપલોડ સ્પીડ, શ્રેષ્ઠ વોઈસ કોલ ગુણવત્તા અને સૌથી ઓછી લેટન્સી આપે છે. ટ્રાઇના આ તારણો જિયોના અત્યાધુનિક અને ભવિષ્ય માટે તૈયાર મોબાઈલ નેટવર્ક થકી ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપવાની તેની પ્રતિબદ્ધતા પર મહોર મારે છે.

ટ્રાઇનો અહેવાલ દર્શાવે છે કે, જિયોએ 258.16 એમબીપીએસની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ પૂરી પાડી છે, જે આ શહેરોમાં તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આ શાનદાર પ્રદર્શન વધુ ઝડપી વીડિયો સ્ટ્રીમિંગ, લેગ-ફ્રી ઓનલાઇન ગેમિંગ, ઝડપી એપ ડાઉનલોડ અને પીક અવર્સ દરમિયાન પણ અવિરત બ્રાઉઝિંગની ખાતરી આપે છે.

જિયો 5G એ સરેરાશ કેટલી સ્પીડ આપી?

જિયોએ 39.19 એમબીપીએસની સરેરાશ 5G અપલોડ સ્પીડ પણ આપી છે, જે ફરીથી તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આવી સ્પીડ માત્ર ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં પરંતુ કનેક્ટિવિટી પ્રત્યે જિયોનો કસ્ટમર-ફર્સ્ટ અભિગમ પણ દર્શાવે છે, જે તેને ડિજિટલ-પ્રેમી વપરાશકર્તાઓ માટે પ્રથમ પસંદગીનું નેટવર્ક બનાવે છે.

જિયો લો લેટન્સીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જે વીડિયો કોલ્સ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ઓનલાઇન ગેમિંગ જેવી એપ્લિકેશન્સ માટે એક નિર્ણાયક પરિબળ છે. ડેટા પેકેટ્સની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરીને જિયો વપરાશકર્તાઓને વધુ સુગમ અને પ્રતિભાવશીલ અનુભવ પૂરો પાડે છે, જે ન્યૂનતમ વિલંબ સાથે રિયલ ટાઇમ ઇન્ટરેક્શનને મજબૂત બનાવે છે.

ડેટાની મજબૂતી ઉપરાંત જિયોનું વોઈસ સર્વિસીઝનું પર્ફોર્મન્સ પણ અલગ દેખાઈ આવે છે. આઇ.ડી.ટી. અસાધારણ કોલ સેટઅપ સફળતા દર, અત્યંત ઝડપી કોલ કનેક્શન સમય, લગભગ ઝીરો કોલ ડ્રોપ્સ અને સ્પષ્ટ, ઉચ્ચ ગુણવત્તાવાળી વોઈસ ક્લેરિટી પર ભાર મૂકે છે. આ તમામ પરિબળો મળીને એ સુનિશ્ચિત કરે છે કે, જિયો ગ્રાહકો ભલે ઘરે હોય, મુસાફરીમાં હોય કે પછી વધુ ટ્રાફિક ધરાવતા શહેરી વિસ્તારોમાં હોય, તેઓ અવિરત અને ભરોસાપાત્ર વોઈસ કોમ્યુનિકેશનનો આનંદ માણી શકે છે.

હાઇ પર્ફોર્મન્સથી લોકોના દિલ જીત્યા

ડ્રાઇવ ટેસ્ટ અમદાવાદ અને ગાંધીનગરના તમામ મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો. આમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને રહેણાંક વિસ્તારોથી લઈને વધુ ટ્રાફિક ધરાવતા કોરિડોર તેમજ પેડેસ્ટ્રિયન ઝોનનો સમાવેશ થાય છે. જિયોના જટિલ અને સુવ્યવસ્થિત નેટવર્ક આર્કિટેક્ચરે આ તમામ ક્ષેત્રોમાં હાઇ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કર્યું છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સતત ગુણવત્તા જાળવી રાખવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

બફર-ફ્રી સ્ટ્રીમિંગ અને એચ.ડી. વોઈસ કોલ્સથી લઈને રિયલ ટાઇમ ગેમિંગ અને કોલેબરેશન સુધી, રિલાયન્સ જિયો અમદાવાદ-ગાંધીનગરમાં મોબાઈલ યુઝર્સ માટે પસંદગીના નેટવર્ક તરીકે અગ્રેસર રહ્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક કેન્દ્રીત નવીનતા સાથે જિયો માત્ર ભારતના ડિજિટલ લક્ષ્યો સાથે તાલ નથી મિલાવી રહ્યું પરંતુ તે તેને આગળ ધપાવી રહ્યું છે.

સોનું સસ્તું થયું એ તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હવે શરૂ થશે… ગોલ્ડ લોન કંપનીઓ પર તોળાઈ રહ્યું છે ‘સૌથી મોટું સંકટ’

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">