રાજકોટ: RMC દ્વારા ધાર્મિક દબાણો હટાવવા મુદ્દે ભારે હોબાળો, કોંગ્રેસે હાથમાં ગદા રાખી રામધૂન સાથે કર્યો વિરોધ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા મવડી મેઈન રોડ પર મંદિરો તોડી પાડવાની કામગીરી સામે રાજકારણ ગરમાયું છે. સ્થાનિકોના આક્રોશ બાદ આજે કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલી ધાર્મિક દબાણો હટાવવાની ઝુંબેશ સામે વિવાદ વકર્યો છે. બે દિવસ પહેલા મવડી મેઈન રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા ૧૩ જેટલા મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રખ્યાત હનુમાનજી મંદિરનો પણ સમાવેશ થાય છે. આ કામગીરીને પગલે સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોના વિરોધ બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. આજે કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ત્રિકોણબાગ ખાતે એકઠા થઈને હાથમાં ગદા સાથે રામધૂન બોલાવી વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વિકાસના નામે મંદિરો તોડીને લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પ્રથમ સંકલન બેઠક જ બની તોફાની, પાણી અને રસ્તાના મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાવા અધિકારીઓ પર વરસ્યા
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
