AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોલકાતા-ગુજરાતની મેચ દરમિયાન બે ખેલાડીઓએ અચાનક છોડ્યું મેદાન, બંને ટીમને મોટો ફટકો

IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મહત્વપૂર્ણ મેચ દરમિયાન બંને ટીમોને મોટો ઝટકો લાગ્યો હતો. બંને ટીમના એક-એક ખેલાડીને ચણાકા ચાલુ મેચમાં મેદાન છોડવું પડ્યું હતું. જેનાથી ગુજરાત ટાઇટન્સને બેટિંગ અને કોલકાતા નાઈટ રાઈડર્સને બોલિંગમાં મોટી ખોટ પડી હતી.

Breaking News: કોલકાતા-ગુજરાતની મેચ દરમિયાન બે ખેલાડીઓએ અચાનક છોડ્યું મેદાન, બંને ટીમને મોટો ફટકો
Sai Sudharsan retired hurtImage Credit source: X/Gujarat Titans
| Updated on: May 16, 2026 | 11:01 PM
Share

IPL 2026 ની 60મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે આમને-સામને હતા. મેચ દરમિયાન બે ખેલાડીઓને ઈજા થઈ હતી, જેના કારણે તેમને મેદાન છોડીને જવું પડ્યું હતું. ગુજરાત ટાઇટન્સ ઓપનર સાઈ સુધરસન અને કોલકાતા નાઈટ રાઈડર્સ ફાસ્ટ બોલર મથીશા પથિરાણા બંનેને મેચ દરમિયાન મેદાન છોડવાની ફરજ પડી હતી, જેનાથી બંને ટીમોને મોટો ફટકો પડ્યો હતો.

સાઈ સુદર્શન રિટાયર્ડ હર્ટ થયો

આ મેચમાં ગુજરાત ટાઇટન્સ 248 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. પરંતુ ત્રીજી ઓવરમાં કાર્તિક ત્યાગીનો એક ઘાતક બોલ સુદર્શનની કોણીમાં વાગ્યો. તે પીડાથી કણસતો જમીન પર પડી ગયો. સારવાર લીધા પછી, તેણે રન પૂર્ણ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચ્યો ત્યારે તે પીડાથી જમીન પર પડ્યો અને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. તે સમયે સાઈ સુદર્શન 13 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો હતો. તે આ સિઝનમાં ગુજરાતનો સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે.

મથિશા પથિરાના ફક્ત 8 બોલમાં બહાર

કોલકાતા નાઈટ રાઈડર્સને પણ તેમના બોલિંગ વિભાગમાં મોટો ઝટકો લાગ્યો. મથિશા પથિરાનાએ સિઝનની પોતાની પહેલી મેચ રમી, જે KKR માટે પણ તેની પહેલી જ મેચ હતી. KKR એ તેને હરાજીમાં ₹18 કરોડમાં ખરીદ્યો હતો. મથિશા પથિરાનાએ તેની પહેલી ઓવર સારી રીતે બોલ કરી, પરંતુ તેની બીજી ઓવરના પહેલા બોલ પર તે પીડામાં હોવાનું જણાતું હતું, જેના કારણે ફિઝિયોને મેદાન પર આવવાની ફરજ પડી. જોકે, મેદાન પર સારવાર લીધા પછી, તેણે એક ધીમો બોલ ફેંક્યો અને પછી તરત જ મેદાન છોડી દીધું.

KKR ખેલાડીઓની ઇજાઓથી પરેશાન

કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં ઘણા ખેલાડીઓની ઈજાઓનો સામનો કરી રહ્યું છે. આકાશ દીપ અને હર્ષિત રાણા આખી ટુર્નામેન્ટમાંથી બહાર છે. વરુણ ચક્રવર્તી પણ તાજેતરમાં ઈજામાંથી પાછો ફર્યો છે. હવે, મથિશા પથિરાનાની ઈજાએ ટીમની સમસ્યાઓમાં વધુ વધારો કર્યો છે.

Breaking News: મોહમ્મદ સિરાજની T20 ક્રિકેટમાં ‘ડબલ સેન્ચૂરી’, ગુજરાત ટાઈટન્સ માટે બન્યો ટ્રમ્પ કાર્ડ

Follow Us
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">