Breaking News: ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું, આ ખતરનાક બેક્ટેરિયાએ લીધો માસૂમનો જીવ – જુઓ Video
ચાંદખેડા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોત મામલે એક મોટો ખુલાસો થયો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં (PM Report) તેના શરીરમાંથી 'એશિનોબેક્ટર બાઉમાની' નામનો અત્યંત ગંભીર બેક્ટેરિયા મળી આવ્યો છે.
ચાંદખેડા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોત મામલે એક મોટો ખુલાસો થયો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં (PM Report) તેના શરીરમાંથી ‘એશિનોબેક્ટર બાઉમાની’ નામનો અત્યંત ગંભીર બેક્ટેરિયા મળી આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, આ ખતરનાક બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ (ઇન્ફેક્શન) ફેલાયો હતો. તબીબી ભાષામાં જ્યારે આ પ્રકારનો ચેપ આખા શરીરમાં ફેલાઈ જાય અને શરીરના અંગો પર ગંભીર અસર કરે છે, ત્યારે તે સ્થિતિને ‘સેપ્ટિસેમિયા’ (Septicemia) કહેવાય છે.
આ ગંભીર ચેપને કારણે બાળકીનું હૃદય અને શ્વાસ પ્રણાલી (Respiratory System) નું કામ ધીમે-ધીમે બંધ થવા લાગ્યું હતું, જેને મેડિકલ ભાષામાં ‘કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર’ (Cardio Respiratory Failure) કહેવામાં આવે છે. વધુમાં બાળકીના ફેફસામાં પાણી ભરાઈ જવાની એટલે કે સોજો આવવાની સ્થિતિ પણ જોવા મળી હતી.
આ તમામ ગંભીર પરિસ્થિતિઓના કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી હતી અને આખરે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. બાળકીનું મોત ખરાબ ખોરાક અથવા હોસ્પિટલ સહિત બીજા કોઈ સ્થળેથી લાગેલા ગંભીર ચેપના કારણે થયું હોવાની આશંકા સેવાતા હવે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસે પણ ગુનાની દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.
Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પછી સૌથી મોટો ધડાકો, છેલ્લી સેકન્ડ સુધી સ્ટીયરીંગ પકડીને શું કરી રહ્યા હતા કેપ્ટન?
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
