દેશમાં મોંઘવારી આ સમયે ચર્ચાનો વિષય બની છે. આ સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે તે ઘરગથ્થુ સર્વેક્ષણનો આગામી રાઉન્ડ હાથ ધરવા જઈ રહી છે. આ સાથે રિઝર્વ બેંક મોંઘવારીના દર વિશે સચોટ અને સારી માહિતી મેળવે છે. RBI ગ્રાહકનો એ વિશ્વાસ પણ જાણે છે જે મજબૂત નાણાકીય નીતિ ઘડવામાં મદદ કરે છે. આવા સર્વેક્ષણો RBI દ્વારા સતત હાથ ધરવામાં આવે છે.
સપ્ટેમ્બર 2021 ની મોંઘવારીની સંભાવનાઓ (IESH) સર્વેના રાઉન્ડની જાહેરાત કરતા રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આ અંતર્ગત 18 શહેરોમાં 6,000 ઘરોને કિંમતોની અસ્થિરતા અંગેના દૃષ્ટિકોણ વિશે પૂછવામાં આવશે. આ સર્વે અમદાવાદ, બેંગલુરુ, ચંદીગ, પટના, રાયપુર, રાંચી અને તિરુવનંતપુરમમાં કરવામાં આવશે. ગ્રાહક આત્મવિશ્વાસ સર્વેક્ષણના સપ્ટેમ્બર રાઉન્ડ હેઠળ પરિવારોને તેમની સામાન્ય આર્થિક સ્થિતિ, રોજગારનું દૃશ્ય, ભાવનું સ્તર અને તેમની આવક અને ખર્ચને લગતા વિચારો વિશે પૂછવામાં આવશે.
મોંઘવારી વિશે માહિતી મેળવાશે
આ સર્વે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા, લખનૌ, મુંબઈ, પટના અને તિરુવનંતપુરમ સહિત 13 શહેરોમાં નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. જેમાં 13 શહેરોમાં 5,400 લોકોનો અભિપ્રાય લેવામાં આવશે. બંને સર્વેની મદદથી RBIને મોંઘવારી વિશે જરૂરી માહિતી મળે છે.
MPC ની આગામી બેઠક ઓક્ટોબરમાં
આ મહિને રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આરબીઆઈ એમપીસીની આગામી બેઠક ઓક્ટોબરમાં 6-8 તારીખ વચ્ચે યોજાશે. મે અને જૂન મહિનામાં છૂટક મોંઘવારી RBI ની 6 ટકાની ઉપલી મર્યાદાની બહાર રહ્યો છે. જો કે જૂનમાં તે ઘટીને 5.59 ટકા થઈ ગયું હતું. મે પહેલા છૂટક મોંઘવારી સતત પાંચ મહિના સુધી RBI ની રેન્જમાં હતી.
મોંઘવારી દર અનુમાન 5.7 ટકા કરાયું
ઓગસ્ટમાં MPC ની બેઠકમાં RBI એ ચાલુ નાણાકીય વર્ષ માટે છૂટક મોંઘવારીનો અંદાજ 5.1 ટકાથી 5.7 ટકા કર્યો હતો. RBI એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોંઘવારીનો અંદાજ 5.9 ટકા, ડિસેમ્બર ક્વાર્ટરનો 5.3 ટકા અને ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે 5.8 ટકા રાખ્યો છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટર માટે એટલે કે એપ્રિલ-જૂન 2022 માટે આ અંદાજ 5.1 ટકા રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરાવી યોજના