AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

સરકાર આ શેર વેચાણથી 1,200 થી 1500 કરોડ રૂપિયા મેળવી શકે છે. આ શેર વેચાણ માટે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક થઈ ચૂકી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ખાતર ક્ષેત્ર માટે સરકારે લીધેલા પગલાઓ સાથે આગામી મહિનાઓમાં શેરનું મૂલ્યાંકન સુધરી શકે છે.

સરકાર આ બે ફર્ટિલાઇઝર  કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 1:46 PM
Share

સરકારની બે ફર્ટિલાઇઝર કંપનીઓ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) ના શેર આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં વેચી શકાય છે. સરકાર આ શેર વેચાણથી 1,200 થી 1500 કરોડ રૂપિયાથી વધુ મેળવી શકે છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર RCF માં તેનો 10 ટકા હિસ્સો અને NFL માં 20 ટકા હિસ્સો ઓફર ફોર સેલ (OFS) મારફતે વેચશે.

અધિકારીએ કહ્યું કે સરકાર આ શેર વેચાણથી 1,200 થી 1500 કરોડ રૂપિયા મેળવી શકે છે. આ શેર વેચાણ માટે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક થઈ ચૂકી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ખાતર ક્ષેત્ર માટે સરકારે લીધેલા પગલાઓ સાથે આગામી મહિનાઓમાં શેરનું મૂલ્યાંકન સુધરી શકે છે.

RCF અને NFL માં સરકારનો કેટલો હિસ્સો છે શુક્રવારે BSE પર RCF ના શેર 72.25 રૂપિયા અને NFL ના શેર 53.95 રૂપિયા પર બંધ થયા હતા. સરકાર હાલમાં NFLમાં 74.71 ટકા અને RCFમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.

વિનિવેશમાંથી 1.75 લાખ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય સરકારે 2021-22માં વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ 38,000 કરોડ એકત્ર કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે એક્સિસ બેન્ક, એનએમડીસી લિમિટેડ અને હુડકોમાં હિસ્સાના વેચાણ દ્વારા અત્યાર સુધીમાં રૂ .8,300 કરોડ એકત્ર કર્યા છે.

25% શેરહોલ્ડિંગ જરૂરી છે SEBIના નિયમો હેઠળ જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે લઘુતમ 25 ટકા હિસ્સો હોવો જરૂરી છે. અત્યારે 19 PSU છે જ્યાં સરકાર માટે અવકાશ છે. ઉલ્લેખનીય છે કે સરકારે ખાનગીકરણ અને વિનિવેશની પ્રક્રિયાને વેગ આપવા માટે 4 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ નવી PSE નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત જાહેર ક્ષેત્રના ઉપક્રમોને વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે.

સરકાર વધુ 10 જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ડિસઇન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સંપૂર્ણ ખાનગીકરણનો માર્ગ અપનાવી શકાય છે અથવા સરકાર લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ ધોરણો હેઠળ તેમાં પોતાનો હિસ્સો રાખશે. મળતી માહિતી અનુસાર 7 જાહેર ક્ષેત્રના ઉપક્રમો – NLC, KIOCL, SJVN, HUDCO, MMTC, GIC અને New India Insurance પર ચર્ચા કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2023-24 વચ્ચે સરકાર વધુ ત્રણ PSU સાથે વિનિવેશ તરફ આગળ વધશે.

આ પણ વાંચો :   વિશ્વની આ અગ્રણી ટેક કંપની JIO બાદ હવે AIRTELમાં મોટું રોકાણ કરશે,આર્થિક ભીંસમાં મુકાયેલા ટેલિકોમ સેક્ટરને કેટલી રાહત મળશે ?

આ પણ વાંચો :  Bharuch : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોવેકસીનની પહેલી બેચ રિલીઝ કરાઈ

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">