વિશ્વની આ અગ્રણી ટેક કંપની JIO બાદ હવે AIRTELમાં મોટું રોકાણ કરશે,આર્થિક ભીંસમાં મુકાયેલા ટેલિકોમ સેક્ટરને કેટલી રાહત મળશે ?
વિશ્વની દિગ્ગ્જ કંપની ગૂગલ હાલમાં ભારતી એરટેલમાં રોકાણ માટે નિયમો અને શરતો પર કામ કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભારતી એરટેલમાં રોકાણના મુદ્દા પર કામ ચાલી રહ્યું છે.
દેશના સૌથી અમીરઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓમાં આશરે 34,000 કરોડનું રોકાણ કર્યા બાદ વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલે હવે જિયોની મુખ્ય હરીફ ભારતી એરટેલમાં હજારો કરોડનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. સુંદર પિચાઈની આગેવાની હેઠળની કંપની ગૂગલ એરટેલમાં રોકાણ કરવા માટે વાતચીતના આગળના તબક્કામાં પહોંચી ગઈ છે. આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું છે કે ગૂગલ એરટેલમાં મોટું રોકાણ કરી શકે છે.
આ નિયમો અને શરતો પર કામ થશે વિશ્વની દિગ્ગ્જ કંપની ગૂગલ હાલમાં ભારતી એરટેલમાં રોકાણ માટે નિયમો અને શરતો પર કામ કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભારતી એરટેલમાં રોકાણના મુદ્દા પર કામ ચાલી રહ્યું છે. બંને કંપનીઓના ટોચના અધિકારીઓએ આ માહિતી આપી છે. ગૂગલ અને ભારતી એરટેલની આંતરિક અને બાહ્ય કાનૂની મર્જર અને એક્વિઝિશન ટીમો હિસ્સાના વેચાણના પ્રશ્નો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ગૂગલ અને એરટેલ તરફથી આ અંગેના પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નથી.
સુનીલ મિત્તલ માટે મોટી રાહત ગૂગલે પણ આ સવાલનો જવાબ આપ્યો ન હતો કે શું જિયો સાથેનો સોદો અન્ય કોઈ ટેલિકોમ કંપની સાથે વ્યવહાર કરવાના તેના માર્ગમાં અવરોધ નથી. જો ગૂગલ અને એરટેલનો આ સોદો આગળ વધે તો આર્થિક ભીંસનોસામો કરી રહેલી ટેલિકોમ કંપની ભારતી એરટેલના સુનીલ મિત્તલ માટે મોટી રાહત થશે.
જિયોએ કમાણી ઘટાડી મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ જિયો લોન્ચ કર્યા બાદ ભારતના ટેલિકોમ સેક્ટરના નાણાકીય મોડેલમાં ઘણી ઉથલપાથલ થઇ છે. જિયોના આગમન પહેલા ટેલિકોમ ઉદ્યોગની આવકનો 75 ટકા વોઇસ દ્વારા આવતો હતો જે જિયોએ મફત કરી છે. આ સાથે, રિલાયન્સ જિયોએ પણ ખૂબ સસ્તા દરે ડેટા આપવાનું શરૂ કર્યું છે તેના કારણે એરટેલ અને અન્ય ટેલિકોમ કંપનીઓ પર ઘણી અસર પડી છે. ટેલિકોમ કંપનીઓની કમાણી ઘટવાની સાથે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે દબાણ વધ્યું છે.
જીઓમાં ગૂગલનું રોકાણ ગૂગલે Jio પ્લેટફોર્મમાં 7.73 ટકા હિસ્સા માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. સુંદર પિચાઈ અને મુકેશ અંબાણીએ પણ ગયા વર્ષે આની જાહેરાત કરી હતી. આ રીતે હવે ગૂગલે 42 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે.
આ પણ વાંચો : BHARUCH : સી.આર.પાટીલે DyCM નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું, જાણો શું કહ્યું
આ પણ વાંચો : Bharuch : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોવેકસીનની પહેલી બેચ રિલીઝ કરાઈ