અનંત અંબાણીનો નવાબી ઠાઠ ! 20 ગાડીઓના કાફીલા સાથે કરી દુબઈ મોલમાં એન્ટ્રી, જુઓ VIDEO

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની લક્ઝરી લાઇફ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ વખતે તે દુબઈમાં શોપિંગ કરતા જોવા મળ્યા હતા. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં અનંત 20 SUV કારના કાફલા સાથે લક્ઝરી ગુડ્સ સ્ટોરમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

અનંત અંબાણીનો નવાબી ઠાઠ ! 20 ગાડીઓના કાફીલા સાથે કરી દુબઈ મોલમાં એન્ટ્રી, જુઓ VIDEO
Anant Ambani reached Dubai Mall in Rolls Royce
Follow Us:
| Updated on: Apr 09, 2024 | 3:35 PM

એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના ઠાઠની શું વાત કરીએ. આજકાલ તેઓ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, ત્યારે અનંત તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે તાજેતરમાં દુબઈ મોલમાં ખરીદી કરવા પહોચ્યાં હતા. આ હાઈપ્રોફાઈલ કપલ દુબઈના રીમોવા મોલમાંથી સામાન ખરીદતા જોવા મળ્યા હતા. જોકે તે પહેલા જે રીતે તેમની એન્ટ્રી થઈ તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

નવાબી અંદાજમાં અનંત-રાધિકાની એન્ટ્રી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલ લગ્નની તૈયારીમાં લાગેલા છે. જોકે તેને લઈને ખરીદારી કરી રહ્યા છે, ત્યારે દુબઈ મોલમાં એન્ટ્રી કરતા લોકો ચોંકી ગયા હતા. તમને જણાવી દઈએ કે રોલ્સ રોયસ કાર સહિત 20 હાઈ સિક્યુરિટી કારના કાફલા સાથે અંબાણી પરિવારના આ શહેજાદાએ દુબઈ મોલમાં એન્ટ્રી કરી હતી. જામનગરમાં ભવ્ય પ્રિ-વેડિંગ સેરેમની બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકસાથે જોવા મળ્યા હતા અને આ વખતે તેઓ દુબઈ મોલમાં શોપિંગ માટે ગયા હતા. દુબઈના આ લક્ઝુરિયસ મોલમાં અનંત અને રાધિકા જે રીતે પહોંચ્યા તે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અનંત અંબાણી પોતે લક્ઝરી કાર રોલ્સ રોયસમાં પહોંચ્યા હતા, તેમની સાથે 20 કારનો કાફલો કડક સુરક્ષા તેમજ લક્ઝુરિયસ કારોના સમાવેશને કારણે બધાનું ધ્યાન તેમના તરફ ખેંચી રહ્યાં છે.

આ પણ વાંચો : તો આ કારણે અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં આવી હતી રિહાના.. રિલાયન્સ સાથેનું છે કનેક્શન

હાઈ સિક્યુરિટી સાથે દુબઈ પહોચ્યું કપલ

આ દંપતી ચમકતા નારંગી રંગના રોલ્સ-રોયસ ક્યુલિનન બ્લેક બેજમાં દુબઈ મોલ ખાતે પહોંચ્યા હતા. જો મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો આ સમગ્ર કાફલાની કિંમત 25 કરોડ રૂપિયાથી વધુ હતી. આ કાફલામાં સામેલ કારોમાં કેડિલેક એસ્કેલેડ્સ, જીએમસી યુકોન ડેનાલિસ, શેવરોલે સબર્બન જેવા મોંઘી મોંઘી કારનો સમાવેશ થાય છે અને એક એમ્બ્યુલન્સ પણ આ કાફલામાં સામેલ છે.

આ કાર કાફલામાં ઘણી શક્તિશાળી SUVનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે નવીનતમ સુરક્ષા સુવિધાઓ અને અદ્યતન સિસ્ટમોથી સજ્જ છે. આ ગાડીઓ દોડતી અને અનંત અને રાધિકા દુબઈ મોલમાં પહોંચતા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : જાણો કેટલુ ભણેલા છે મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી?

અનંત-રાધિકાના લગ્ન ક્યારે છે?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12મી જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે અને જામનગરમાં તેમના તાજેતરના પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતા. તેમની પ્રી-વેડિંગ સેરેમનીમાં વિશ્વભરના ઉદ્યોગપતિઓ સહિતની હસ્તીઓએ હાજરી આપી હતી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">