1 માર્ચ 2024

જાણો કેટલુ ભણેલા છે અનંત અંબાણી? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ધરાવે છે આ પદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલ તેમના પ્રી-વેડિંગને લઈને ચર્ચામાં છે

અનંત અંબાણી જંગલી પ્રાણીઓ માટેના તેમના બચાવ કેન્દ્ર અને રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નને કારણે ચર્ચામાં છે.

અનંત અંબાણી જંગલી પ્રાણીઓ માટેના તેમના બચાવ કેન્દ્રને લઈને પણ ચર્ચામાં રહ્યા છે.

અનંત અંબાણીએ કોરોનાના સમયગાળા દરમિયાન પ્રાણીઓ માટે 600 એકરનું જંગલ બનાવ્યું હતું. ઘણા પ્રાણીઓને બચાવીને આ જંગલોમાં રાખવામાં આવ્યા હતા .

દરેક વ્યક્તિ પ્રાણી પ્રેમી અનંત અંબાણી વિશે જાણવા માંગે છે. આવો અમે તમને જણાવીએ કે અનંત કેટલા ભણેલા છે અને કંપનીમાં તેમનું સ્થાન શું છે.

અનંત અંબાણીએ પોતાની શાળા, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે, જ્યાં મોટા ફિલ્મ સ્ટાર્સના બાળકો પણ અભ્યાસ કરે છે.

શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી, અનંત અંબાણી યુએસ ગયા અને ત્યાંની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.

અનંત અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સનું લક્ષ્ય 2035 સુધીમાં નેટ ઝીરો કાર્બન કંપની બનવાનું છે.