Iskcon: શ્રીલ પ્રભુપાદે કેવી રીતે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યા શ્રીકૃષ્ણના ઉપદેશ ? જાણો ઇસ્કોનના ઉત્થાનની કથા

શ્રીલ પ્રભુપાદના ( Srila Prabhupada ) શાંતિ અને સદભાવનાના સંદેશે યુવાનોને આકર્ષ્યા. મોટી સંખ્યામાં લોકો તેમના શિષ્ય બનવા આગળ આવ્યા. ગુરુના સ્વપ્નને પૂર્ણ કરવા શ્રીલ પ્રભુપાદે કરેલો સંઘર્ષ આજે વિશાળ વટવૃક્ષ જેવો ભાસી રહ્યો છે. જે સમગ્ર વિશ્વના અનેક લોકોને છાંયો આપી રહ્યો છે.

Iskcon: શ્રીલ પ્રભુપાદે કેવી રીતે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યા શ્રીકૃષ્ણના ઉપદેશ ? જાણો ઇસ્કોનના ઉત્થાનની કથા
શ્રીલ પ્રભુપાદે સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યા શ્રીકૃષ્ણના ઉપદેશ !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 11:25 AM

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે

આત્માને પરમાત્મામાં લીન કરનારો આ મંત્ર આજે ન માત્ર ભારતમાં, પરંતુ, સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. અબાલ વૃદ્ધ સૌને પ્રભુભક્તિમાં લીન કરી રહ્યો છે, અને તેનું શ્રેય જાય છે શ્રીલ પ્રભુપાદજીને. (Srila Prabhupada) 1 સપ્ટેમ્બર, 2021ના રોજ શ્રીલ પ્રભુપાદના જન્મને 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આવો, આજે તેમના વિશે જાણીએ.

શ્રીલ પ્રભુપાદને સમસ્ત વિશ્વ અભયચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના નામે ઓળખે છે. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર,1896માં કોલકત્તામાં બંગાળી કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ હતું અભય ચરણ દે. બ્રિટિશ શાસિત ભારતમાં ઉછરેલા શ્રીલ પ્રભુપાદ તેમની યુવા અવસ્થામાં અસહકારની ચળવળમાં પણ સામેલ થયા હતા. આ સમય દરમિયાન વર્ષ 1922માં તેમની મુલાકાત શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીજી સાથે થઈ. આ મુલાકાત શ્રીલ પ્રભુપાદના ભવિષ્યને એક અલગ જ દિશામાં લઈ ગઈ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી એક ભક્તિ વિદ્વાન અને ગૌડીય મઠોની ચોસઠ શાખાઓના સંસ્થાપક હતા. યુવા અભય ચરણ દે પ્રથમ નજરે જ તેમના મનમાં વસી ગયા. તેમણે આ શિક્ષિત નવયુવકને તેનું જીવન પશ્ચિમી દુનિયામાં પણ વૈદિક જ્ઞાન શીખવવા સમર્પિત કરવાનું કહ્યું. ભગવાન કૃષ્ણના ઉપદેશોને અંગ્રેજી બોલતા વિશ્વ સુધી પહોંચાડવા કહ્યું. શ્રીલ પ્રભુપાદ તેમના શિષ્ય બની ગયા. અગિયાર વર્ષ બાદ વર્ષ 1933માં તેમણે દિક્ષા ગ્રહણ કરી અને પોતાના ગુરુની વિનંતીને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો.

શ્રીલ પ્રભુપાદે સહજ ભક્તિ દ્વારા વેદાંતને સરળતાથી હૃદયસ્થ કરનારો એ પરંપરાગત માર્ગ પુનઃ પ્રસ્થાપિત કર્યો, કે જેને લોકો ભૂલી ગયા હતા. તેમના આ અગાધ પ્રયત્ન અને ભક્તિને ઓળખીને ગૌડીય વૈષ્ણવ સમાજે તેમને ભક્તિવેદાંતની ઉપાધિથી સન્માનિત કર્યા. શ્રીલ પ્રભુપાદે તેમના જીવનનો ગણો સમય વૃંદાવનમાં રાધા-દામોદરના સાનિધ્યે વિતાવ્યો. ગાઢ અધ્યયન અને લેખનમાં તેઓ ડૂબેલા રહેતા. તેમણે 18,000 શ્લોકવાળા શ્રીમદ્ ભાગવત પુરાણના અંગ્રેજીમાં અનુવાદનો પ્રારંભ કર્યો. શરૂઆતના ત્રણ ભાગ પ્રકાશિત કર્યા બાદ તેઓ વર્ષ 1965માં 69 વર્ષની ઉમંરે પોતાના ગુરુદેવના સંકલ્પને પૂર્ણ કરવા કોઈ જ નાણાકીય સહાય વિના અમેરીકા જવા નીકળ્યા.

અમેરિકામાં બન્યુ iskcon

શ્રીલ પ્રભુપાદ કાર્ગો શિપ પર સવાર થઈને ન્યૂયોર્ક શહેરમાં પહોંચ્યા. કહે છે કે, તેમની આ યાત્રા ખૂબ જ સંઘર્ષમય હતી. તે જહાજમાં બે વખત હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા હતા. પણ, હિંમત ન હાર્યા. માત્ર સાત ડોલર અને પવિત્ર સંસ્કૃત ગ્રંથોના અનુવાદ સાથે તેઓ યુએસએ પહોંચ્યા. તેમના શાંતિ અને સદભાવનાના સંદેશે યુવાનોને આકર્ષ્યા. મોટી સંખ્યામાં લોકો તેમના શિષ્ય બનવા આગળ આવ્યા. તારીખ 11 જુલાઈ, વર્ષ 1966ના રોજ શ્રીલ પ્રભુપાદે ન્યૂયોર્ક રાજ્યમાં સત્તાવાર રીતે તેમની સંસ્થાની નોંધણી કરાવી. આ સંસ્થા એટલે જ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. (International Society for Krishna Consciousness) કે જેને આપણે બધાં જ આજે ઇસ્કોનના (iskcon) નામે ઓળખીયે છીએ.

ઇસ્કોનની સ્થાપના બાદ પૂરાં 11 વર્ષ સુધી શ્રીલ પ્રભુપાદે 14 વખત વિશ્વભ્રમણ કર્યું. અને હજારો લોકોને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ આપ્યા. મોટી સંખ્યામાં લોકો શ્રીલ પ્રભુપાદના સંદેશને સ્વીકારવા આગળ આવ્યા. જેની મદદથી શ્રીલ પ્રભુપાદે સમગ્ર વિશ્વમાં ઇસ્કોન કેન્દ્રો અને પ્રોજેક્ટ્સની સ્થાપના કરી. માત્ર એક દાયકામાં સો જેટલાં આશ્રમ, સ્કૂલો, મંદિરો અને સંસ્થાઓનો વિસ્તાર થઈ ગયો. ભારતમાં તેમણે વૈષ્ણવ પરંપરામાં પુનરુત્થાનની શરૂઆત કરી. તેમણે વૃંદાવન અને માયાપુરના પવિત્ર નગરોમાં મોટા આધ્યાત્મિક કેન્દ્રો સહિત અનેક મંદિરો ખોલ્યા.

70થી વધુ લખ્યા ગ્રંથ

શ્રીલ પ્રભુપાદનું સૌથી નોંધપાત્ર યોગદાન તેમના પુસ્તકો છે. તેમણે કૃષ્ણ પરંપરા પર 70થી વધુ ગ્રંથો લખ્યા છે. તેમના લખાણોનો 76 ભાષામાં અનુવાદ થયો છે. ભગવદ ગીતા તેના મૂળ રૂપમાં, 30 ખંડ- શ્રીમદ ભાગવતમ અને 17 ખંડ- શ્રી ચૈતન્ય ચરિતામ્રિત તેમની મુખ્ય કૃતિઓમાં સામેલ છે. સ્વામી પ્રભુપાદે 14 નવેમ્બર, 1977ના રોજ તેમના નશ્વર દેહને ત્યાગી દીધો. પરંતુ, ત્યાં સુધીમાં સમગ્ર વિશ્વમાં ઇસ્કોનના 108 મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું હતું. આજે આ સંખ્યા 600ને આંબી ગઈ છે. ગુરુના સ્વપ્નને પૂર્ણ કરવા શ્રીલ પ્રભુપાદે કરેલો સંઘર્ષ આજે વિશાળ વટવૃક્ષ જેવો ભાસી રહ્યો છે. જે સમગ્ર વિશ્વના અનેક લોકોને છાંયો આપી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat ના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠયા

આ પણ વાંચો : Gayatri Mantra : બધી મનોકામના પૂરી કરશે ગાયત્રી મંત્ર, જાણો આ દિવ્ય મંત્ર સાથે જોડાયેલા ઉપાયો

g clip-path="url(#clip0_868_265)">