હોળી ઉત્સવ: આ રીતે કરો હોળીની પૂજા, જરૂરથી પ્રાપ્ત થશે પરમાત્માની કૃપા !
ભક્તો ફાગણી પૂનમના અવસરે આસ્થા સાથે હોળીની પૂજા કરતા જ હોય છે. પરંતુ, જો વિશેષ વિધિ સાથે આ પૂજનવિધિ સંપન્ન કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસપણે ભાગ્યોદયના આશિષ પ્રાપ્ત થતા હોય છે.
દર વર્ષે ફાગણ સુદ પૂનમના (fagun purnima) અવસરે હર્ષોલ્લાસ સાથે હોળીનો તહેવાર ઉજવાય છે. જે વ્યક્તિને અનેકવિધ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. અલબત્, આ ફળદાયી દિવસે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે પૂજા વિધિ-વિધાન અનુસાર થાય. ત્યારે આવો, આજે હોળી પ્રાગટ્ય સમયની પૂજાવિધિ વિશે જાણીએ.
ભક્તો ફાગણી પૂનમના અવસરે આસ્થા સાથે હોળીની પૂજા કરતા જ હોય છે. પરંતુ, જો વિશેષ વિધિ સાથે આ પૂજનવિધિ સંપન્ન કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસપણે ભાગ્યોદયના આશિષ પ્રાપ્ત થતા હોય છે. ત્યારે સર્વ પ્રથમ એ જાણીએ કે આ પૂજામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડતી હોય છે. આ વખતે હોળી 17 માર્ચ, ગુરુવારના રોજ છે.
પૂજન સામગ્રી
⦁ 5 કે 7 પ્રકારના ધાન્ય (જેમ કે ઘઉં અને નવા થયેલા પાકો અડદ, મગ, ચણા, જવ, ચોખા, મસૂર)
⦁ પૂજાના પુષ્પ અને 1 ફૂલહાર
⦁ કુમકુમ
⦁ નાડાછડી
⦁ આખી હળદર
⦁ મગ
⦁ હારડા (પતાશા)
⦁ ગુલાલ
⦁ મીઠાઇ
⦁ ફળ
⦁ ખજૂર, ધાણી
⦁ નારિયેળ
⦁ એક કળશ જળ
પૂજન વિધિ
⦁ સૌથી પહેલા હોલિકા પૂજન માટે પૂર્વ કે ઉત્તર દિશા તરફ આપનું મુખ રહે તે રીતે બેસવું.
⦁ આપની આસપાસ પાણીનો છંટકાવ કરવો.
⦁ પૂજનનો પ્રારંભ કરતા પહેલાં પોતાનું નામ, પિતાનું નામ, અને ગોત્રનું નામ લઇને અક્ષત લઇને શ્રીગણેશનું સ્મરણ કરીને આ અક્ષત હોળી પર અર્પણ કરો.
⦁ નૃસિંહ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા કંકુ ચોખાથી હોળીની પૂજા કરો.
⦁ ત્યારબાદ 5 કે 7 પ્રકારના ધાન્ય હોળીમાં અર્પણ કરો.
⦁ સભ્યોના મસ્તક પરથી નારિયેળ ઉતારીને હોળીમાં પધરાવવું. માન્યતા અનુસાર આ રીતે નારિયેળ પધરાવવાથી પરિવારજનોના સઘળા દુઃખ દૂર થાય છે.
⦁ પૂજન બાદ હોળીને જળ અર્પણ કરતા કરતા તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. હોળીની 3 કે 7 પ્રદક્ષિણા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
⦁ પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ બે હાથ જોડી પ્રાર્થના કરો. કે આપનું આવનારું વર્ષ સકારાત્મક ઊર્જા અને શુભત્વથી પરિપૂર્ણ રહે.
⦁ હોલિકા દહન સમયે હાજર દરેકને કુમકુમનું તિલક કરીને શુભકામનાઓ આપો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો
આ પણ વાંચો : 8 કે 9, કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રી? જાણો મહાઅષ્ટમી અને રામ નવમીની તિથિ