Chaitra Navaratri 2022 date: 8 કે 9, કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રી? જાણો મહાઅષ્ટમી અને રામ નવમીની તિથિ

Chaitra Navratri 2022: આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલ 2022થી શરૂ થશે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Chaitra Navaratri 2022 date: 8 કે 9, કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રી? જાણો મહાઅષ્ટમી અને રામ નવમીની તિથિ
chaitra navratri 2022(Image-Wikimedia)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 10:51 AM

Chaitra Navaratri 2022: ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલ 2022થી શરૂ થશે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે. નવરાત્રી (Navaratri) દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચાલો આ વર્ષે મહાઅષ્ટમી અને રામ નવમીની તારીખ અને મા દુર્ગાના નવ સ્વરૂપોના નામ જાણીએ.

મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા

નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ અવતારોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી ચૈત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે. ચૈત્ર નવરાત્રી ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે, પરંતુ ચૈત્ર અને શરદ નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 2જી એપ્રિલ 2022થી શરૂ થઈ રહ્યો છે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે.

નવરાત્રિમાં ધાર્મિક વિધિ મુજબ દેવી દુર્ગાની પૂજા કરીને ભક્તો વિશેષ આશીર્વાદ મેળવે છે. મા દુર્ગાને સુખ અને સમૃદ્ધિ અને સંપત્તિની દેવી માનવામાં આવે છે. નવરાત્રિમાં અનેક બાબતોને લઈને મૂંઝવણ રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ મહાઅષ્ટમી અને રામ નવમીની તારીખ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મહાઅષ્ટમી કયા દિવસે ઉજવાશે?

ચૈત્ર નવરાત્રી દરમિયાન મહાઅષ્ટમી 9 એપ્રિલ, 2022 શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દુર્ગા માતાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીની પૂજા ઘણા ઘરોમાં કરવામાં આવે છે.

રામ નવમી કયા દિવસે ઉજવવામાં આવશે?

રામ નવમી 10 એપ્રિલ, 2022, રવિવારના રોજ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉજવવામાં આવશે. આ દિવસે દુર્ગા માતાના નવમા સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો છોકરીઓને ખવડાવીને ઉપવાસ તોડે છે.

8 કે 9 નવરાત્રિ કેટલા દિવસની છે?

આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલ 2022થી શરૂ થશે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે ચૈત્રી નવરાત્રી આખા નવ દિવસ ઉજવાશે. આ વર્ષે કોઈ તિથિનો ક્ષય થયો નથી.

ચૈત્ર નવરાત્રી 2022ની તારીખો( Chaitra Navratri Date And Pooja)

  1. 2 એપ્રિલ (પહેલો દિવસ) – મા શૈલપુત્રીની પૂજા
  2. 3જી એપ્રિલ (બીજો દિવસ) – મા બ્રહ્મચારિણીની પૂજા
  3. 4 એપ્રિલ (ત્રીજો દિવસ) – મા ચંદ્રઘંટાની પૂજા
  4. 5 એપ્રિલ (ચોથો દિવસ) – મા કુષ્માંડાની પૂજા
  5. 6 એપ્રિલ (પાંચમો દિવસ) – મા સ્કંદમાતાની પૂજા
  6. 7 એપ્રિલ (છઠ્ઠો દિવસ) – મા કાત્યાયનીની પૂજા
  7. 8 એપ્રિલ (સાતમો દિવસ) – મા કાલરાત્રિની પૂજા
  8. 9 એપ્રિલ (આઠમો દિવસ) – મા મહાગૌરીની પૂજા
  9. 10 એપ્રિલ (નવમો દિવસ) – માતા સિદ્ધિદાત્રીની પૂજા
  10. 11 એપ્રિલ (દસમો દિવસ) – નવરાત્રી પારણાં

ચૈત્ર નવરાત્રી 2022 ઘટસ્થાપન શુભ મુહૂર્ત (Chaitra Navratri 2022 Ghatasthapana Shubh Muhurat)

ચૈત્ર ઘટસ્થાપન શનિવાર, 2 એપ્રિલ, 2022

ઘટસ્થાપન મુહૂર્ત સવારે 06:10થી 08:31 સુધી ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:50 સુધી

ઘટસ્થાપન મુહૂર્ત એકમ તિથિથી શરૂ થાય છે

એકમ તિથિ આરંભ- 01 એપ્રિલ, 2022 સવારે 11:53 વાગ્યે એકમ તિથિ સમાપ્તિ – 02 એપ્રિલ, 2022 સવારે 11:58 વાગ્યે

આ પણ વાંચો: Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર

આ પણ વાંચો: Knowledge: ભારતના એવા કેટલાક મંદિરો છે જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે કપાટ!

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">