Chaturmas 2023 Date : આજથી શરૂ થયા ચાતુર્માસ, જાણો આગામી પાંચ મહિના શું કરવું અને શું ન કરવું ?

|

Jun 29, 2023 | 7:05 PM

Chaturmas 2023 Date: દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે, જે કારતક માસની દેવ પ્રબોધિની એકાદશી સુધી ચાલુ રહશે. આ સમય દરમિયાન શ્રી હરિ વિષ્ણુ યોગનિદ્રામાં તલ્લીન રહે છે, તેથી શુભ કાર્યો વર્જિત બને છે. આ વખતે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી રહેશે.

Chaturmas 2023 Date : આજથી શરૂ થયા ચાતુર્માસ, જાણો આગામી પાંચ મહિના શું કરવું અને શું ન કરવું ?
Chaturmas 2023

Follow us on

Chaturmas 2023 Date: હિન્દુ ધર્મમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ચાર માસના સમન્વયથી ચાતુર્માસ રચાય છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે, જે કારતક મહિનાની દેવ પ્રબોધિની એકાદશી સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન શ્રી હરિ વિષ્ણુ યોગનિદ્રામાં તલ્લીન રહે છે, તેથી શુભ કાર્યો વર્જિત રહે છે. આ સમયગાળામાં ભગવાન વિષ્ણુએ અષાઢ મહિનામાં વામનના રૂપમાં અવતાર લીધો હતો. આ વખતે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી રહેશે.

આ પણ વાંચો : Gauri Vrat Poojan: આજથી ગૌરી વ્રતનો પ્રારંભ, શું છે આ વ્રતનો ગૂઢાર્થ અને દિકરીઓના આ વ્રતમાં તમારે શું રાખવું જોઈએ ખાસ ધ્યાન ?

ચાતુર્માસમાં કોની પૂજા કરવામાં આવે છે?

હિંદુ ધર્મમાં ચાતુર્માસના ચાર મહિના સૌથી પવિત્ર માનવામાં આવે છે. અષાઢ મહિનાના અંતિમ સમયમાં ભગવાન વામન અને ગુરુ પૂજાનું વિશેષ મહત્વ છે. સાવન મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણમાં થયો હતો અને તેમના આશીર્વાદ વરસ્યા છે. આસો મહિનામાં દેવી અને શક્તિની પૂજા કરવામાં આવે છે. કારતક મહિનામાં ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

ચાતુર્માસમાં ભોજનના નિયમો

ચાતુર્માસમાં એક જ વખતનું ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં તમે જેટલા વધુ સાત્વિક રહેશો તેટલું સારું રહેશે. શ્રાવણમાં શાકભાજી, ભાદરવમાં દહીં, આસોમાં દૂધ અને કારતક મહિનામાં દાળનો ત્યાગ કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન શક્ય તેટલા પાણીનો ઉપયોગ કરો. શક્ય હોય ત્યાં સુધી તમારા મનને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કરવું જોઇએ.

ચાતુર્માસ પૂજાના નિયમો

અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરો. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરો. આનાથી લગ્ન, સુખ અને આયુષ્ય પ્રાપ્ત થશે.ભગવાન કૃષ્ણની પૂજા કરો. આ સંતાન અને વિજયનું વરદાન આપશે. આસોમાં દેવી અને શ્રીરામની પૂજા કરો. આ વિજય, શક્તિનું વરદાન આપશે. કારતકમાં શ્રી હરિ અને તુલસીની પૂજા કરો. તેનાથી સુખ અને મુક્તિ-મોક્ષનું વરદાન મળે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article