આ છે ભારતમાં મળતું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત છે બસ આટલી

ઘણા લોકો ઈલેક્ટ્રિક સ્કૂટરને મોંઘા ગણીને ખરીદવાનું ટાળી દેતા હોય છે, પરંતુ જો તમારે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું છે અને બજેટનો ઈશ્યુ છે તો આજે અમે તમને ભારતના સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 35 હજાર રૂપિયાથી પણ ઓછી છે.

આ છે ભારતમાં મળતું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત છે બસ આટલી
Velev Motors VEV 01
Follow Us:
| Updated on: May 23, 2024 | 12:58 PM

જ્યારે ઈલેક્ટ્રિક સ્કૂટરની વાત આવે છે, ત્યારે ખાસ કરીને Ola-Ather પ્રકારની બ્રાન્ડનું નામ આવે છે, જેની કિંમત લગભગ લાખ રૂપિયાની આસપાસ છે. ત્યારે ઘણા લોકો ઈલેક્ટ્રિક સ્કૂટરને મોંઘા ગણીને ખરીદવાનું ટાળી દેતા હોય છે, પરંતુ જો તમારે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું છે અને બજેટનો ઈશ્યુ છે તો આજે અમે તમને ભારતના સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 35 હજાર રૂપિયાથી પણ ઓછી છે.

આ સ્કૂટર Velev Motors VEV 01 છે, જે હાલમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ ઈ-સ્કૂટરની રેન્જ, ફીચર્સ અને કિંમત કેટલી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

વેલેવ મોટર્સ VEV 01 ઇલેક્ટ્રિક સ્કૂટર

VEV 01 ઇલેક્ટ્રિક સ્કૂટરના પાવર વિશે વાત કરીએ તો, તેમાં 1.15 Kwhની બેટરી પેક છે. ઈ-સ્કૂટરનું વજન 34 કિલો છે. તેમાં આગળના ભાગમાં ડ્રમ બ્રેક અને પાછળના ભાગમાં પણ ડ્રમ બ્રેક છે. આ સ્કૂટર લાલ, વાદળી અને પીળા એમ ત્રણ કલરમાં તમે ખરીદી શકો છો.

વેલેવ મોટર્સ VEV 01 ની રેન્જ

એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ ઇલેક્ટ્રિક સ્કૂટર 75 થી 80 કિલોમીટરની રેન્જ આપી શકે છે. તેમાં 250W પાવરની BLDC મોટર છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. દૈનિક મુસાફરી માટે આ એક સારો વિકલ્પ બની શકે છે.

વેલેવ મોટર્સ VEV 01 ના ફીચર્સ

ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ ટ્રિપમીટર, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, પુશ બટન સ્ટાર્ટ, પેસેન્જર બેકરેસ્ટ, પેસેન્જર ફૂટરેસ્ટ, એલોય વ્હીલ્સ છે.

વેલેવ મોટર્સ VEV 01 ની કિંમત

Velev Motors VEV 01 ઈ-સ્કૂટર માત્ર એક વેરિઅન્ટ વિકલ્પમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 32,500 રૂપિયા છે, જે એક્સ-શોરૂમ મુજબ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 1 વર્ષની વોરંટી સાથે આવે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર હાલમાં ચેન્નાઈ, રાનીપેટ, કાંચીપુરમ અને તિરુવન્નામલાઈના શોરૂમમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો આ 5 સ્કૂટર રૂપિયા 80 હજારથી પણ છે સસ્તા, માઈલેજ છે જબરદસ્ત

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">