રોટલીને તવા પર શેકીને ખાવી જોઈએ કે ગેસના બર્નર પર સીધી શેકી ને? આ રહી સાચી રીત- જુઓ વીડિયો
રોટલી શેકવાના અનેક તરીકાઓ છે. કેટલાક લોકો રોટલીને માત્ર તવા પર શેકે છે જ્યારે કેટલાક ગેસની આંચ પર શેકે છે. જો કે ગેસની આંચ પર રોટલી શેકવી જોઈએ કે નહીં તે વિશે જાણો
![રોટલીને તવા પર શેકીને ખાવી જોઈએ કે ગેસના બર્નર પર સીધી શેકી ને? આ રહી સાચી રીત- જુઓ વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/roti.jpg?w=1280)
આપણે ત્યાં રોટલી બે પ્રકારે શેકવામાં આવે છે, કેટલાક લોકો રોટલીને તવા પર શેકે છે અને ત્યારબાદ તેને સીધી ગેસ પર શેકે છે. જ્યારે કેટલાક લોકો હોય છે જે રોટલીને માત્ર તવા પર જ કપડાથી દબાવીને શેકે છે. તો હવે સવાલ એ છે કે રોટલીને ગેસની આંચ પર શેકીને ખાવી જોઈએ કે તવા પર શેકીને?
આપને જણાવી દઈએ કે ગેસની આંચનું ટેમ્પરેચર તવાના ટેમ્પરેચર કરતા ક્યાંય વધુ હોય છે. આથી જ્યારે આપ રોટલીને તવા પર શેકવાના બદલે સીધા ગેસની આંચ પર શેકો છો તો રોટલી ગેસની આંચના સીધા સંપર્કમાં આવે છે. આથી ઘણી હાઈટેમ્પરેચર પર શેકાય છે.
તાજેતરમાં જ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ અને ન્યુટ્રીશન એન્ડ કેન્સર જર્નલમાં પબ્લિશ થયેલી રિપોર્ટ અનુસાર ગેસની આંચમાં કાર્બન મોનો ઓક્સાઈડ અને નાઈટ્રોજન ડાય ઓક્સાઈડ જેવા હાર્મફુલ ગેસ હોય છે. જેનાથી ફેફસાને લગતા રોગ અને હાર્ટ ડિસીઝ થઈ શકે છે. જ્યારે રોટલીને હાઈ ટેમ્પરેચર પર શેકવામાં આવે છે તો તેની અંદર કેટલાક એવા કમ્પાઉન્ડ્સ ડેવલપ થાય છે જે જેનાથી કેન્સર પણ થઈ શકે છે.આથી રોટલીને તવા પર શેકીને ખાઓ ના કે ગેસની આંચ પર..