સિંહ નજીક આવી જતાં પ્રવાસીઓના થંભી ગયા શ્વાસ, જુઓ આ Viral Video
જંગલ સફારી દરમિયાન સિંહ પ્રવાસીઓના વાહનોની ખૂબ નજીક આવી જાય છે. આ દરમિયાન પ્રવાસીઓની સાથે ગાર્ડની પણ હાલત ખરાબ થઈ જાય છે. આ પછી શું થાય છે, તે જુઓ આ વીડિયોમાં.
દરેક વ્યક્તિ જંગલોના કુદરતી સૌંદર્યને માણવા માંગે છે. આ માટે જંગલ સફારી (Jungle Safari) શ્રેષ્ઠ વિકલ્પ છે. આના દ્વારા તમે જંગલી પ્રાણીઓને પણ ખૂબ નજીકથી જોઈ શકશો પણ જરા વિચારો તમે સફારી રાઈડ પર છો અને જો ‘જંગલનો રાજા’ સિંહ (Lion) તમારી નજીક આવે તો તમે શું કરશો? આ દિવસોમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સિંહ (Lion Video) પ્રવાસીઓના વાહનોની એકદમ નજીક પહોંચી જાય છે. આ દરમિયાન પ્રવાસીઓની સાથે ગાર્ડની પણ હાલત ખરાબ થઈ જાય છે. આ પછી શું થાય છે, તમે જ જુઓ આ વીડિયોમાં.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલ સફારી દરમિયાન કેટલાક પ્રવાસીઓના વાહનો રસ્તા પર પાર્ક કરવામાં આવ્યા છે. ત્યારે એક સિંહ તેમના વાહનોની ખૂબ નજીક આવે છે. આ નજારો ખરેખર હ્રદયસ્પર્શી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેકર સીટ પર બેઠેલી વ્યક્તિ સિંહને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ છે. જો કે સિંહની હાજરી દરમિયાન કોઈ પોતાની સીટ પરથી ખસતું પણ નથી. કદાચ સિંહને તેમની હાજરીનો અહેસાસ ન થાય તે માટે આવું કરવામાં આવ્યું હતું. તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ.
View this post on Instagram
જંગલ સફારીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર richard.degouveia નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘તમે ટ્રેકર્સ સીટ પર કેવું અનુભવશો? સબીસાબી રિઝર્વના પ્રાણીઓને પેઢીઓથી ટેવ છે કે તે તેમની આસપાસના વાહનોની હાજરીને અવગણે છે. એવું કહી શકાય કે વિશ્વની સૌથી અવિશ્વસનીય રમત અહીં જોવા મળે છે.
આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘જેવો સિંહ લોકોની વચ્ચે આવ્યો, મારો શ્વાસ થંભી ગયો. તે ખરેખર એક અદ્ભુત દૃશ્ય છે, પરંતુ તેઓ ક્યારે ગુસ્સે થાય છે તે તમે જાણતા નથી.’ આ ઉપરાંત અન્ય એક યુઝર કહે છે કે સિંહે થોડા સમય પહેલા શિકાર કર્યો હશે અને તે ભૂખ્યો નથી. નહિંતર તેઓ મિનિટોમાં કોઈપણના કામ તમામ કરી શકે છે. એ જ રીતે મોટાભાગના યુઝર્સે આ વીડિયો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો: Viral: ખતરનાક સાપને પકડતા મહિલા વનકર્મીની બહાદુરીના લોકો કરી રહ્યા છે વખાણ
આ પણ વાંચો: Viral Video: કૂતરા અને ભેંસ વચ્ચે લાગી લાંબી છલાંગની રેસ, જૂઓ પછી શું થયું