Viral: ખતરનાક સાપને પકડતા મહિલા વનકર્મીની બહાદુરીના લોકો કરી રહ્યા છે વખાણ

આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Videos) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખૂબ જ સાવધાનીથી સાપને પકડી રહી છે.

Viral: ખતરનાક સાપને પકડતા મહિલા વનકર્મીની બહાદુરીના લોકો કરી રહ્યા છે વખાણ
Woman Forest Staff Rescues a snake (Viral Video Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 11:40 AM

તમે સાપ (Snake) તો જોયા જ હશે, પરંતુ એવા બહુ ઓછા લોકો હશે જે જાણતા હશે કે બધા સાપ ઝેરી નથી હોતા. જો કે વિશ્વમાં સાપની 2000 થી વધુ પ્રજાતિઓ છે, પરંતુ માત્ર 100 જેટલા સાપ એવા છે, જે ઝેરી અને ખતરનાક છે. જો કે, દરેક લોકો તેમને ઓળખવામાં સક્ષમ નથી. એટલા માટે કોઈ પણ સાપને જોઈને લોકો ડરી જાય છે અને ત્યાંથી ભાગવા લાગે છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ સાપ પકડવાનું કૌશલ્ય ધરાવે છે, પરંતુ સાપને પકડવો એટલો સરળ નથી. તેના માટે ખૂબ કાળજીની જરૂર છે, કારણ કે થોડી પણ બેદરકારી અને તમારો જીવ પણ જઈ શકે છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Videos) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખૂબ જ સાવધાનીથી સાપને પકડી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મહિલાએ સાપને પકડી લીધો અને તેને બેગમાં નાખવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન સાપ પણ પોતાની ફૂણ ફેલાવી રહ્યો છે. જોકે મહિલા પણ નિષ્ણાત છે. તેણે ખૂબ જ ચતુરાઈથી આખરે સાપને થેલીમાં નાખ્યો અને કોથળી બાંધી દીધી જેથી સાપ બહાર ન આવી શકે. તે પછી તેણી તેને લઈ ત્યાંથી ચાલી જાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વાયરલ વીડિયો કેરળના તિરુવનંતપુરમના કટ્ટકડાનો છે અને સાપ પકડનાર રોશિની છે, જે ફોરેસ્ટ સ્ટાફ છે. આ વીડિયોને IFS ઓફિસર સુધા રમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક બહાદુર વનકર્મી રોશિનીએ કટ્ટકડામાં માનવ વસાહતમાંથી એક સાપને બચાવ્યો. તે સાપ પકડવામાં માહેર છે. દેશભરમાં વન વિભાગોમાં સારી સંખ્યામાં મહિલા દળ વધી રહ્યું છે.

45 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 44 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1900થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે અને મહિલાને હિંમતવાન ગણાવી છે.

આ પણ વાંચો: શું વિટામિન ડી પોસ્ટ કોવિડ -19 ની તીવ્રતા ઘટાડે છે? જાણો શું કહે છે અભ્યાસ

આ પણ વાંચો: Viral: બસમાં સીટ મેળવવા લગાવ્યો ગજબનો જુગાડ, લોકોએ કહ્યું ‘પ્રાણ જાય પણ સીટ ન જાય’

g clip-path="url(#clip0_868_265)">