Viral Video : 72 વર્ષીય દાદીની હિંમતને સલામ, આ અનોખું પરાક્રમ જોઇને તમે પણ ચોંકી જશો !

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પાર્કમાં 72 વર્ષીય વદ્ધા ઝિપલાઈન પર ઝૂલતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral Video : 72 વર્ષીય દાદીની હિંમતને સલામ, આ અનોખું પરાક્રમ જોઇને તમે પણ ચોંકી જશો !
old woman doing ziplines at park
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 3:43 PM

Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કોઈનો કોઈ વીડિયો(Video) ચર્ચમાં હોય છે. સામાન્ય રીતે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો નિવૃતિનુ જીવન ગાળતા હોય છે અને કોઈ સાહસને બદલે શાંતિથી જીવન પસાર કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો આ ઉંમરે પણ પોતાના શોખને પુરા કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક દાદી 72 વર્ષની ઉંમરે ઝિપલાઈન પર ઝૂલતા જોવા મળી રહ્યા છે.

દાદીની હિંમત જોઈને લોકો પણ દંગ રહી ગયા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મળતી માહિતી મુજબ, કેરળના પલક્કડ શહેરમાં આવેલા એક પાર્કમાં 72 વર્ષની એક વૃદ્ધાએ ઝિપલાઈન (Ziplines) પર ઝૂલીને આ પરાક્રમ કર્યુ હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વૃદ્ધાને સફેદ સાડીમાં જોઈ શકાય છે. જે પહેલીવાર ઝિપલાઇનની મદદથી ઝુલતી જોવા મળે છે. આ પછી તે ઝિપલાઈન પર સ્લાઈડ કરતી પણ જોઈ શકાય છે. આ દાદીની હિંમત જોઈને લોકો પણ દંગ રહી ગયા છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

ઝિપલાઈન પર જોવા મળતા દાદીએ સુરક્ષા માટે હેલ્મેટ પણ પહેર્યુ છે. વીડિયોના અંતમાં આ મહિલા એકદમ ખુશ જોવા મળી રહી છે. આ વીડિયોને Yathrikan_200 દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. ઉપરાંત વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, ઝિપલાઈન કરનાર મહિલાનું નામ પરુમ્મા છે, જે 72 વર્ષની છે અને જ્યારે તે પાર્કમાં આવી ત્યારે તેણે ઝિપલાઈન કરવાની ઈચ્છા પૂર્ણ કરી.

યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, દાદીની હિંમત ખરેખર દાદ માગી લે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, દાદીનુ પરાક્રમ જોઈને આશ્વર્યચકિત છુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ દાદીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Funny Video : લગ્નમાં વિદાય વખતે આ દુલ્હને કરી અનોખી માગ, વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો : Video : ચાલુ ટ્રેનમાં ચડવાના ચક્કરમાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો ! ધબકારા વધારી દેતો વીડિયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">