Video : ચાલુ ટ્રેનમાં ચડવાના ચક્કરમાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો ! ધબકારા વધારી દેતો વીડિયો વાયરલ
આ દિવસોમાં એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે.જેમાં એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડી રહ્યો છે,તે બાદ કંઈક એવુ થાય છે જે જોઈને તમારા હોંશ ઉડી જશે.
Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral)થતા જોવા મળે છે.જેમાં કેટલાક ફની વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક દિલધડક દ્રશ્યો જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.જેમાં એક મુસાફરને (Passenger) ઉતાવળ કરવી ભારે પડે છે.ટ્રેન આવતા જ આ મુસાફર તાબડતોડ ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે,પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ ચોંકી જશો.
ઉતાવળમાં કંઈક આવુ થયુ…!
સામાન્ય રીતે આજકાલ દરેક વ્યક્તિ ઉતાવળમાં જોવા મળે છે અને તેના કારણે કેટલીક વાર તેને સહન કરવાનો વારો આવે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.જેમાં એક મુસાફર ચાલુમાં ટ્રેનમાં (Train) ચડવાનો પ્રયાસ કરે છે.પરંતુ તેને પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ (Railway Platform) વચ્ચે ફસાઈ જાય છે.આ જોઈને આસપાસના લોકોના જીવ પણ અધ્ધર થઈ જાય છે.જો કે RPF જવાનની(RPF Sub Inspector) સમજદારીને કારણે આ મુસાફરનો જીવ બચી ગયો.આ ઘટનાના દિલધડક દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા.
જુઓ દિલધડક દ્રશ્યો
कानपुर स्टेशन पर चलती गाड़ी(14124) में चढ़ते समय एक यात्री गिरकर प्लेटफॉर्म और ट्रेन के बीच में आ गए। गश्त पर मौजूद @rpfncr उपनिरीक्षक श्री अमित द्विवेदी उस तरफ दौड़े और गॉर्ड श्री दिग्विजय ने गाड़ी को रोका। अमित द्विवेदी (नीली कैप) ने तुरंत यात्री को ट्रेन के नीचे से निकाला। pic.twitter.com/61pUSY25XH
— North Central Railway (@CPRONCR) December 26, 2021
CCTV ફૂટેજ વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે, આ CCTV ફૂટેજ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર North Central Railway દ્વારા શેર કરવામાં આવ્યો છે.સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, કાનપુર સ્ટેશન(Kanpur Station) પર ચાલતી ટ્રેન માં ચડતી વખતે એક મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયો. સબ ઇન્સ્પેક્ટર શ્રી અમિત દ્વિવેદીએ પોતાની સમજદારીથી આ મુસાફરનો જીવ બચાવ્યો.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે ઉતાવળમાં કોઈનો જીવ પણ જઈ શકે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,સબ ઇન્સ્પેક્ટરની કામગિરીને સલામ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ RPF જવાનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral: કૂતરાની આ ચાલાકીભરી ચોરીએ જીત્યું લોકોનું દિલ, જોનાર બોલ્યા પરફેક્ટ ક્રાઈમ