Funny Video : લગ્નમાં વિદાય વખતે આ દુલ્હને કરી અનોખી માગ, વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થયા
આ દિવસોમાં એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે,જેમાં વિદાય વખતે દુલ્હન જે માંગ કરે છે,તે સાંભળીને તમને પણ હસવુ આવશે.
Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન(Wedding) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.જેમાં ક્યારેક લગ્નની વિધી તો ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી(Bride-Groom Entry) લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બને છે.સામાન્ય રીતે વિદાય વખતે દુલ્હન (Bride) સહિત સમગ્ર પરિવાર ઈમોશનલ જોવા મળે છે,પરંતુ આ દુલ્હનનો સ્વૈગ કંઈક અનોખો છે.આ દુલ્હન વિદાય વખતે એવી માંગ કરે છે,તે સાંભળીને મહેમાનો પણ હસવા લાગે છે.
દુલ્હને મહેમાનોની સામે કરી આ માંગ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હનની (Bride) વિદાય થઈ રહી છે, જ્યાં દુલ્હન ભાવુક થઈ જાય છે અને સાથે લગ્નની વિધી પણ ચાલી રહી છે ત્યારે જ તે એક અનોખી માગ કરે છે. વિદાયની વિધી દરમિયાન દુલ્હન કહે છે ‘હે કોઈ ગીત તો યાર ગાઓ’. દુલ્હનની આ વિનંતી સાંભળીને ત્યાં હાજર મહેમાનો પણ હસવા લાગે છે અને બાદમાં ગીત ગાવાનું શરૂ કરે છે. સૌથી રમુજી વાત તો એ છે કે મહેમાનો દુલ્હનની વિનંતી પર ‘ચાર બાજ ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ’ સોંગ ગાઈ રહ્યા છે. આ રમુજી વીડિયો (Funny Video) જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
જુઓ વીડિયો
View this post on Instagram
રમુજી વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી Bride_Special નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે,દુલ્હનનો સ્વૈગ જોઈને આશ્વર્ય ચકિત છું.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,આ પહેલા આવો જ એક દુલ્હનનો વિદાયનો રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો હતો.જેમાં દુલ્હન એટલી તો ભાવુક થઈ ગઈ કે પરિવારે તેને ટીંગાટોળી કરીને મોટરમાં બેસાડી.સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવતા હોય છે.
આ પણ વાંચો: Viral: કૂતરાની આ ચાલાકીભરી ચોરીએ જીત્યું લોકોનું દિલ, જોનાર બોલ્યા પરફેક્ટ ક્રાઈમ