Breaking News : નવસારી મહાનગરપાલિકા માત્ર 3 મતથી કોંગ્રેસના ઉમેદવારની હાર, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. કયાંક હાર તો ક્યાંક જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ મોટા ઉલેટફેરના સમાચાર પણ સામે આવ્યા છે. માત્ર 3 મતથી ઉમેદવારની હાર થઈ છે.
ચૂંટણીમાં 3 મતથી હાર કે જીત થવી એ લોકશાહીમાં સૌથી રોમાંચક અને નજીવો તફાવત દર્શાવે છે. ઇતિહાસમાં આવું અનેક વખત જોવા મળ્યું છે કે, જ્યાં ઉમેદવારોના ભાવિનો નિર્ણય માત્ર એક વોટથી થયો હોય. આજે પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકામાં મોટો અપસેટ જોવા મળ્યો છે. એક એક મત કિંમતી હોય છે. ત્યારે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર માત્ર 3 મતથી હાર્યા છે.
નવસારી મહાનગરપાલિકાના 13 બોર્ડની 52 બેઠકો પૈકી બે બિનહરીફ જાહેર થઈ છે અને 50 બેઠકોની ગણતરી થવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી થઈ રહી છે.
માત્ર 3 મતથી ઉમેદવારની હાર
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં એવો ઉલટફેર સામે આવ્યો છે, જે સ્વીકારવો કોંગ્રેસ માટે દુઃખદાયક બની રહ્યો છે. વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવાર પિયુષભાઈ ઢીમર ની માત્ર 3 વોટો થી હાર થઈ છે. રસપ્રદ વાત એ છે કે ટાઈ થતા થતા રહી ગઇ હતી. બેલેટ પેપર વોટિંગમાં બે વોટ રદ થતાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારવી પડી છે. 3 મત દર્શાવે છે કે એક મત કેટલો મહત્વનો છે.નવસારી મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર પિયુષભાઈ 3 મતથી હાર્યા છે.
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: પ્રારંભિક વલણોમાં ભાજપની સતત આગેકૂચ, કુલ 15 પૈકી 4 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો અહી ક્લિક કરો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
