AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar Breaking News : નવી બનેલ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની 52માંથી 51 બેઠક પર કમળ ખીલ્યું, માત્ર એક જ બેઠક કોંગ્રેસને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં ખેલાયેલા જંગ બાદ, હવે ઉમેદવારોના હૃદયના ધબકારા વધ્યા હતા. કારણ કે, કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તો કેટલીક બેઠકો પર કોંગ્રેસે ખાતું ખોલ્યું હતુ. ત્યારે સુરેન્દ્રનગરમાં 51 સીટ ભાજપને ફાળે ગઈ છે.

Surendranagar Breaking News : નવી બનેલ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની 52માંથી 51 બેઠક પર કમળ ખીલ્યું, માત્ર એક જ બેઠક કોંગ્રેસને
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2026 | 3:28 PM
Share

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં કુલ 13 વોર્ડમાં 52 સીટ માટે યોજાયેલ ચૂંટણીમાં 13 વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ છે.51 સીટ ભાજપના ફાળે છે. ત્યારે વોર્ડ નંબર 8માં એક કોંગ્રેસના મહિલા ઉમેદવારની જીત થઈ છે.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પર રાજુભાઈ કરપડા પ્રથમ રાઉન્ડના અંતે 1400 મતથી આગળ રહ્યા હતા. કુલ 6 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી.અંતિમ પરિણામ મુજબ રાજુભાઈ કરપડા 2533 મતોથી વિજયી જાહેર થયા છે.

 પુર્વધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે તું તું મે મે

સુરેન્દ્રનગરમાં મતગણતરી દરમિયાન માથાકૂટ સામે આવી હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.પોલીસની હાજરીમાં ઝપાઝપી થઈ હતી.પુર્વધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે તું તું મે મે જોવા મળી હતી.કોઈએ છરી બતાવી હોવાના આક્ષેપ હાલ કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીનો આરોપ છે કે,પોલીસ દ્વારા ચેકીંગ કરાતુ નથી.બે Dy.S.P સહિત મોટો પોલીસ કાફલો છતા મારા મારી સર્જાઈ હતી.

લોકશાહીનો ‘મહા-ચુકાદો’. આજનો સૂર્યોદય હાર-જીતના રોમાંચક સમીકરણો લઈને ઉગ્યો છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થયો છે.

સુરેન્દ્રનગર માહા નગરપાલિકા ચુંટણી 2026

કુલ બેઠક – 52

  • ભાજપ – 51
  • કોંગ્રેસ – 01
  • આપ- 00
  • અપક્ષ – 00

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: અમદાવાદના ખાડિયામાં ભાજપનું કમળ કરમાયું, વર્ષો બાદ કોંગ્રેસના ઉમેદવારોની જીત અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">