Breaking News : સુરતમાં AAPનો સફાયો,આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું નથી
સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની આજે મતગણતરી મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજમાં શરુ છે.પહેલી વખત મનપાના ઇલેક્શનના તમામ વોર્ડની મતગણતરી એક જ સ્થળે રાખવામાં આવી છે.સુરતમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે.
સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે. એક ટર્મના વિરામ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સફળ થઈ નથી, જેના કારણે ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સુરત વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ ની જીત
- નયનાબેન સુરેશભાઈ ડોબરીયા 37144 વિજય
- ભાવિશાબેન ભાવિનભાઈ પટેલ 35993 વિજય
- વિજય અશોકભાઈ ભાટીયા 33555 વિજય
- રાજેન્દ્રભાઈ ગોવનભાઈ પટેલ 35102 વિજય
વોર્ડ નંબર 2માં ભાજપની પેનલની જીત (અમરોલી, મોટાવરાછા,કઠોર)
- ચંદ્રિકાબેન અનિલભાઈ આસોદરીયા નો 41555 મતથી વિજય
- મનિષાબેન પ્રફુલભાઈ ખેર 37285 મતથી વિજય
- જૈનેશકુમાર સતિષભાઈ જાદવ 37844 મતથી વિજય
- મનુભાઈ વલ્લભભાઈ બલર 37072 મતથી વિજય
વોર્ડ નંબર 3(વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા)
- વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ ની જીત
- મીતા સંજય ભાઈ મકવાણા 34068 મતથી વિજય
- કાવ્યા અલ્પેશ કથીરિયા 38560 મતથી વિજય
- વિશાલ ઈશ્વરભાઈ રાઠોડ 33695 મતથી વિજય
- સુરેશભાઈ મેઘજીભાઈ ધામેલીયા 34349 મતથી વિજય
સુરત વોર્ડ નંબર 10માં ભાજપ ની પેનલની જીત
- મીનાક્ષી પપૈયા વિજય 39295 મતથી વિજય
- ઉર્વશી પટેલ 41447 મતથી વિજય
- રાજુભાઈ પ્રિયદર્શી 36131 મતથી વિજય
- નિલેશ પટેલ 39049 મતથી વિજય
વોર્ડ નંબર 14 ભાજપની પેનલની જીત
- સરોજબેન કલ્પેશભાઈ પટેલ 14215 વિજય
- માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી 14345 વિજય
- સતિષભાઈ ઓખાભાઈ મૈસુરિયા 15322 વિજય
- અનિલભાઈ મગનલાલ સોજીત્રા 15920 વિજય
વોર્ડ નંબર 19 ભાજપ પેનલ ની જીત
ભાજપ
- અનિતા રાણા 25263
- અશોક શાહ 24228
- જયશ્રી પટેલ 24299
- રમેશ પટેલ 23298
વોર્ડ નં 4: ભાજપની પેનલ જીત
- હેતલ પરમાર 15935 મતથી જીત
- હંસા ગજેરા 15651 મતથી જીત
- અરવિંદ કાકડીયા 17661 મતથી જીત
- મહેશ કાકડીયા 16244 મતથી જીત
વોર્ડ નંબર 15 ભાજપ પેનલ ની જીત
- મનીષા આહીર 14347વિજેતા
- રૂપાબેન પંડ્યા 12506 વિજેતા
- ધર્મેન્દ્ર ભાલાળા 14013વિજેતા
- મહેશ મકવાણા 129640વિજેતા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ગઢમાં વોર્ડ નંબર 21 માં ભાજપની પેનલનો વિજય
- ડિમ્પલ ચેતનભાઇ કાપડિયા 30385 વિજય
- સુમનદેવી વિમલકુમાર ગર્ગ 27952 વિજય
- અશોકભાઈ ધનેશભાઈ રાંદેરિયા 32446 વિજય
- ભદ્રેશભાઈ ભરતભાઈ ઉનડકર 29221 વિજય
વોર્ડ નંબર 12માં કોંગ્રેસનું ખાતું ખુલ્યું વોર્ડ 12મા ભાજપના 3 કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ છે.
- હેમાક્ષીબેન રવીશકુમાર ચૌહાણ 20498 મતથી વિજય
- આરતી બેન હેનિશ પટેલ 21624 વિજય
- કિશોરભાઈ બાબુભાઈ મયાણી 20832 વિજય
- કોંગ્રેસ ઉમેદવાર અરશદ જરીવાલા 20769 મતથી વિજય
- ભાજપ ઉમેદવાર ચિરાગકુમાર પટેલ નો 20137 મતથી હાર
વોર્ડ નંબર 24 માં ભાજપ પેનલની જીત
- ભાવનાબેન સંતોષ શાહ 20922 વિજય
- માયાબેન વિષ્ણુ બારડ 20673 વિજય
- કેયુર વિજયભાઈ પટેલ 24257 વિજય
- રવિન્દ્ર વિઠ્ઠલ ખેરનાર 19741 વિજય
વોર્ડ નંબર 26 માં ભાજપની પેનલનો વિજય
- વર્ષાબેન મધુરભાઈ બદલાણીયા 22749 વિજય
- અલકાબેન અનિલ પાટીલ 23643વિજય
- અમિતસિંહ જમનસિંહ રાજપુત 28666 વિજય
- નરેશ શાંતારામ પાટીલ 23571 વિજય
વોર્ડ નંબર 16 માં ભાજપની પેનલનો વિજય
પૂર્વ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા ની હાર.
- સંગીતાબેન દિનેશભાઈ પરમાર 12974 વિજય
- રીટાબેન જયંતીભાઈ પટોડીયા 13767 વિજય
- એડવોકેટ વિક્રમભાઈ દેગામા 13146 વિજય
- જગદીશભાઈ જેઠાભાઇ સુતરીયા 14720 વિજય
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સુરત મનપામાં ભાજપની આગેકૂચ, 44માંથી 43 બેઠકો પર વિજય, વોર્ડ 12થી કોંગ્રેસનું કમબેક અહી ક્લિક કરો
Published on: Apr 28, 2026 01:21 PM
Follow Us
