Mumbai Rain : ભારે વરસાદના પગલે કલ્યાણ વિસ્તારમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી, 2 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
મુંબઈના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે મુંબઈના કલ્યાણ વિસ્તારમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થઈ હોવાનું સામનો આવ્યો છે. સહજાનંદ ચોક પાસે વાહનો પર હોર્ડિંગ પડતા 2 લોકોને ઈજા થઈ છે.
મુંબઈના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે મુંબઈના કલ્યાણ વિસ્તારમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થઈ હોવાનું સામનો આવ્યો છે. સહજાનંદ ચોક પાસે વાહનો પર હોર્ડિંગ પડતા 2 લોકોને ઈજા થઈ છે.
ભારે પવન સાથે વરસાદના પગલે હોર્ડિંગ તૂટી પડતા એક કાર, 2 રિક્ષા અને 6 જેટલા ટુ-વ્હીલર સહિતના વાહનોને નુકસાન થયુ છે. આ ઘટના બાદ ડોંબિવલી પાલિકાના કર્મી સ્થળ પર આવી પહોંચ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતા.
દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતથી લઈ મધ્ય ભારતમાં મેઘરાજા મહેર થાય તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં પણ હવામાન વિભાગે સારા વરસાદના એંધાણ આપ્યા છે. ઓગસ્ટના અંત સુધીમાં મેઘરાજા 106 ટકા સુધી વરસાદ વરસી શકે છે.