આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, આ વખતે વહેલા શરૂ થશે ગુજરાતનું બજેટ સત્ર, દારૂ મુદ્દે કહ્યું સ્થિતિ મુજબ જનતાની તરફેણમાં નિર્ણય લેવાશે
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોટી જાહેરાત કરી છે, આગામી વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરવાને લઈને કહ્યું કે ગુજરાતનું બજેટ સત્ર વહેલા શરૂ કરવામાં આવે છે. વધુમાં કહ્યું કે પૂર્ણ કક્ષાનું બજેટ સત્ર હશે. 1 ફેબ્રુઆરીના બજેટ સત્રની શરૂઆત થશે. મોટા ભાગે ગુજરાતનું બજેટ માર્ચમાં આવતુ હોય છે.
ગુજરાતનું બજેટ 2 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે અને ગુજરાતનું બજેટ આગામી વર્ષ 2024-25 માટે રજૂ થશે. ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. ગુજરાતનું બજેટ પૂર્ણ કદનું બજેટ હશે.
ગુજરાતમાં અત્યારે હોસ્પિટલમાં એક્ટિવ 3 કેસ
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાત માં 36 કેસો JN.1ના છે, તેમણે કહ્યું કે ગુજરાતમાં ટેસ્ટિંગ થવાના કારણે ભારતના સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. જ્યારે 33માંથી 22 કેસ ડિસ્ચાર્જ થઈ ગયા છે. અત્યારે હોસ્પિટલમાં એક્ટિવ 3 કેસ છે.
વિદેશી પ્રવાસી મુદ્દે કરી જાહેરાત
વિઝા મામલે તેમને જણાવ્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ગંભીરતાથી તપાસ કરી રહી છે. જ્યારે કોરોના મામલે કહ્યું કે કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી. કેન્દ્ર સરકાર તરફથી જે પણ વિદેશી પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવશે એ અંગે પાલન કરવામાં આવ્યું છે, તેમ ઉમેર્યું હતું.
ગુજરાતમાં દારૂ મુદ્દે આપ્યું મોટુ નિવેદન
જ્યારે વાઈબ્રન્ટ પર કહ્યું કે, અત્યા સુધી વાઈબ્રન્ટ ગુજરાતમાં 26 દેશ પાર્ટનર કન્ટ્રી છે, ગિફ્ટ સીટી વાઈન એન્ડ ડાઇન બાદ અન્ય સ્થળો પ્રવાસન સરકાર છૂટછાટ આપશે કે નહી એ અંગે જવાબ આપતા ઋષિકેશ પટેલએ કહ્યું સમય સંજોગોના આધારે પ્રજાહિતમાં નિર્ણય લેવાશે.
ટેસ્લા ગુજરાતમાં આવશે ?
ટેસ્લા કંપનીના ગુજરાત આવવા પર તેમણે કહ્યું કે ટેસ્લા કંપનીએ સમગ્ર ભારતમાં અલગ-અલગ જગ્યાઓ જોઈ છે અને તેમના મનમાં ગુજરાત વસ્યું છે, આગામી સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા તેમને વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: VGGS 2024ના ભાગરૂપે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને 30 MOUs કરાયા