રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં, તબીબની ભૂલના કારણે યુવતીની જિંદગી બરબાદ થઈ
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ પર દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દર્દીને ગાદીનું ઓપરેશન કરાવવવાનું હતું. તે માટે ઉપલેટાથી પરિવાર આવ્યો હતો અને ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે ઓપરેશનના થોડા દિવસ બાદ દર્દીને રાહત મળવાનો બદલે મુશ્કેલી વધી હતી.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે. એક યુવતીએ ગાદીનું ઓપરેશન કરાવ્યા બાદ પણ દર્દીને રાહત ન મળતાં રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ ત્યારે ખબર પડી કે ઓપરેશન નથી થયું. યુવતીના પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા ઓપરેશન જ નથી કરવામાં આવ્યું. ઓપરેશન બાદ દર્દીને હાલવા-ચાલવા અને બેસવામાં મુશ્કેલી વધી છે.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ પર દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દર્દીને ગાદીનું ઓપરેશન કરાવવવાનું હતું. તે માટે ઉપલેટાથી પરિવાર આવ્યો હતો અને ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે ઓપરેશનના થોડા દિવસ બાદ દર્દીને રાહત મળવાને બદલે મુશ્કેલી વધી હતી.
પરિવાર દ્વારા હોસ્પિટલને રજૂઆત કરવામાં આવી, ત્યારે હોસ્પિટલ સંચાલકોએ પૈસા પાછા આપવાની વાત કરી, એટલું જ નહીં યુવતીને ચાલવા અને બેસવાની પણ તકલીફ પડી રહી છે. પરિવારે કહ્યું કે દર્દીને હેરાનગતી તો થઇ પરંતુ તેને સરકારી નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે.
તો હોસ્પિટલ પર થયેલા આક્ષેપ અંગે ઓપરેશન કરનાર ડૉ. કાંત જોગાણીએ કહ્યું કે દર્દીને કમરમાં “વા”ની બિમારી હતી. ઓપરેશન કર્યાના બે મહિના પહેલા પગનો દુખાવો હતો. ઓપરેશન બાદ પગનો દુખાવો દૂર થયો છે. પરંતુ હાલમાં તેને વાનો દુખાવો છે. ગાદીનું ઓપરેશન કર્યા બાદ MRI કરવાથી ગાદીનો ઘસારો દેખાઇ રહ્યો છે, અનેક દર્દીઓને આ પ્રકારની તકલીફ થતી હોય છે.
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
