રાજકોટ વીડિયો : પોલીસનું જાહેરનામુ હોવા છતા ભારે વાહનની બેરોકટોક અવરજવર, પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલ
રાજકોટમાં સંત કબીર રોડ પર ડમ્પરની અડફેટે પિતા-પુત્રના મોત બાદ પોલીસે કાર્યવાહીના નામે માત્ર ભારે વાહનની પ્રવેશબંધીનું પાટિયું લટકાડી દીધું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
રાજકોટમાં સંત કબીર રોડ પર ડમ્પરની અડફેટે પિતા-પુત્રના મોત બાદ પોલીસે કાર્યવાહીના નામે માત્ર ભારે વાહનની પ્રવેશબંધીનું પાટિયું લટકાડી દીધું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.ટીવી નાઈનના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું કે રસ્તા પર બેરોકટોક ભારે વાહનો રસ્તા પર દોડી રહ્યા છે.
પોલીસના જાહેરનામા અનુસાર સવારે 8થી બપોરે 2 અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં પોલીસના જાહેરનામાના લીરેલીરા ઉડાડી કોઈપણ જાતની પરવા કર્યા વગર ભારે વાહનો રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા.પોલીસે માત્ર પાટિયું લગાવીને સંતોષ માની લીધો હોય તેમ વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી ન કરાતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
